મોડી રાત્રે ૧:૪પ આસપાસ છાતીમાં દુ:ખાવો ઉપડતાં જીજીમાં લઈ જવાયા: ડૉક્ટરોના કહેવા મુજબ તબિયત સારી છે: અધિકારીઓ દોડી ગયાં
જામનગરના કલેકટર બીજલ શાહને ગઈકાલે મોડી રાત્રે એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતાં તેઓને સારવાર માટે જીજી હૉસ્પિટલમાં લવાયા હતાં, ડૉક્ટરોના કહેવા મુજબ કલેકટરને હાર્ટએટેક આવ્યો છે અને તેઓની તબિયત હાલ સુધારા પર છે. વધુ તપાસ માટે તેઓને જીજીના આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. મોડી રાત્રે અધિકારીઓને જાણ થતાં તેઓ તાત્કાલિક જીજી હૉસ્પિટલ દોડી ગયાં હતાં.
જાણવા મળતી માહિતી મુજબ ગઈકાલે મોડી રાત્રે એકા’દ વાગ્યે કલેકટર બીજલ શાહે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી, તાબડતોબ તેમને જીજીમાં લઈ જવાયા હતાં. જ્યાં અધિક ડીન ડૉ.એસ.એસ. ચેટર્જી અને કાર્ડિયોલોજીસ્ટ ડૉ.પૂજન શાહે તેઓની તાત્કાલિક સારવાર કરી હતી અને હાલ તેમની તબિયત સુધારા પર છે.
‘આજકાલ’ સાથેની વાતચીતમાં ડૉ.ચેટર્જીએ કહ્યું હતું કે, કલેકટરને ગઈકાલે રાત્રે એટેક આવ્યો હતો, ત્યારબાદ તેઓને સારવાર આપવામાં આવી રહી છે. હાલ તેમની તબિયત સારી છે, પરંતુ તેઓને ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
કલેકટરને એટેક આવ્યાના સમાચાર મળતાં અધિક કલેકટર ભાવેશ ખેર સહિતના અધિકારીઓ જીજી હૉસ્પિટલ દોડી ગયાં હતાં અને કલેકટરના ખબર અંતર પૂછ્યાં હતાં. ડીન ડૉ.નંદીનિ દેસાઈ, અધિક્ષક ડૉ.તિવારી સહિતના તબીબોએ પણ જિલ્લા કલેકટરને તાત્કાલિક સારવાર મળે તે માટે વ્યવસ્થા કરી હતી.
આ લખાય છે ત્યારે સવારે ૯:૩૦ કલાકે કલેકટરની તબિયત ખૂબ જ સુધારા ઉપર છે અને તેઓના વધારાના રિપોર્ટ કરાવાયા છે, ત્યારબાદ ક્યારે રજા આપવી તે અંગેનો નિર્ણય કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech