અમેરિકી ટેરિફના વિરોધમાં ચીનનો મોટો નિર્ણય, બોઇંગ જેટની ડિલિવરી કરી રદ્દ 

  • April 15, 2025 11:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચીને પોતાની એરલાઇન કંપનીઓને અમેરિકી વિમાન નિર્માતા કંપની બોઇંગથી નવા વિમાનોની ડિલિવરી ન લેવાનો આદેશ આપ્યો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ બેઇજિંગે અમેરિકામાં બનતા વિમાનના પાર્ટ્સ અને ડિવાઇસની ખરીદી રોકવાનો આદેશ પણ આપ્યો છે.


ચીને આ આદેશ અમેરિકાના 145 ટકા ટેરિફના જવાબમાં જારી કર્યો છે. બોઇંગ એરપ્લેન એક અમેરિકી કંપની છે, જે એરપ્લેન, રોકેટ, સેટેલાઇટ, ટેલિકમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ અને મિસાઇલ બનાવે છે. કંપનીની સ્થાપના 15 જુલાઈ 1916ના રોજ વિલિયમ બોઇંગે કરી હતી.


ઘણા દેશોની એરલાઇન્સ કંપનીઓ બોઇંગ દ્વારા બનાવવામાં આવેલા પ્લેનનો ઉપયોગ કરે છે. બોઇંગ અમેરિકાની સૌથી મોટી નિકાસકાર કંપની છે અને તે દુનિયાની ત્રીજી સૌથી મોટી ડિફેન્સ ડીલ કરનારી કંપની પણ છે.


ચીને કિંમતી ધાતુઓનો પુરવઠો પણ અટકાવ્યો

ચીને અમેરિકા સાથે વધતા ટ્રેડ વોર વચ્ચે 7 કિંમતી ધાતુઓની નિકાસ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.


ચીને કાર, ડ્રોનથી લઈને રોબોટ અને મિસાઇલો સુધી એસેમ્બલ કરવા માટે જરૂરી મેગ્નેટ એટલે કે ચુંબકોની શિપમેન્ટ પણ ચીની બંદરો પર રોકી દીધી છે.


આ મટીરિયલ ઓટોમોબાઇલ, સેમિકન્ડક્ટર અને એરોસ્પેસ બિઝનેસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ નિર્ણયથી દુનિયાભરમાં મોટર વ્હીકલ, એરક્રાફ્ટ, સેમિકન્ડક્ટર અને હથિયાર બનાવનારી કંપનીઓ પર અસર પડશે. આ મોંઘા થઈ જશે.


ચીને 4 એપ્રિલના રોજ આ 7 કિંમતી ધાતુઓની નિકાસ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જારી કર્યો હતો. આદેશ મુજબ આ કિંમતી ધાતુઓ અને તેનાથી બનેલા ખાસ ચુંબક માત્ર સ્પેશિયલ પરમિટ સાથે જ ચીનથી બહાર મોકલી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application