શહેરમાં આજે હેરિટેજ ડે નિમિતે લોકોને પોતાના વારસાની સાથે જોડાવા પ્રોત્સાહિત કરવા માટે એક વિશિષ્ટ સાઇકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ ૧૨ ઐતિહાસિક સ્થળોની સાઇકલ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી અને ભાવનગર ઇન્ટેક દ્વારા જે તે સાઈટનો ઇતિહાસ સ્થળ પર કહેવામાં આવ્યું હતો.
આ સાયકલ રાઇડનું આયોજન ભાવનગર હેરિટેઝ, ઈનટેક ભાવનગર તેમજ ભાવનગર સાયકલ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું.આ સાઇકલ રાઇડ આજે તા.૧૮-૪-૨૦૨૫ને શુક્રવારે હેરિટેજ દિવસના રોજ સવારના ૬:૩૦ વાગ્યે શહેરના નીલમબાગ પેલેસ ખાતેથી ભાવનગર યુવરાજ જયરાજસિંહ ગોહિલ તેમજ કુંવરીબાના હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.
આ સાયકલ રાઇડમાં વિવિધ ઐતિહાસિક સ્થાનોને આવરી લેવામાં આવશે, જેમાં નીલમબાગ પેલેસ, સર ટી. હોસ્પિટલ, તાપીબાઈ કોલેજ, જશોનાથ મહાદેવ, દરબારી કોઠાર, રાજ સમાધિ, ગંગાદેરી , મોતીબાગ હોલ, આલ્ફ્રેડ સ્કૂલ, બાર્ટન લાઇબ્રેરી, ગાંધી સ્મૃતિ, તખ્તેશ્વર મહાદેવ અને નીલમબાગ પેલેસ ખાતે આ સાયકલ રાઇડ પૂરી કરવામાં આવી હતી.
આ હેરિટેજ સાયકલ રાઈડમાં કુલ ૬૦ સાઈકલીસ્ટ જોડાયા હતા. તેમજ ભાગ લેનાર તમામ સાયકલીસ્ટને નીલમબાગ ખાતેથી ફિઝિકલ સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા.આ રાઇડનો મુખ્ય ઉદ્દેશ શહેરીજનને તેમના શહેરી વારસાની અવગણના વગર વધુ જાણકારી આપવા સાથે પોતાનું શહેરી સ્વસ્થ રાખે અને ઇકો- ફ્રેન્ડલી વાહનવ્યવહાર પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આમ, હેરિટેજ ડેનો ઉત્સવ રોમાંચક અને ઉદ્દેશપૂર્ણ બનાવતી આ સાઇકલ રાઇડ, શહેરના ઐતિહાસિક ગૌરવને ઉજાગર કરશે અને લોકોમાં તેના સંરક્ષણ માટે જાગૃતિ પેદા કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech