ખંભાળિયામાં વધુ દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો
ખંભાળિયા પંથકના ચોમાસાની ઋતુની શરૂઆતથી જ મેઘરાજા મહેરબાન રહ્યા છે. ત્યારે ગત રવિવારે રાતથી સોમવારે સવાર સુધીમાં વરસી ગયેલા ચાર ઈંચ વરસાદ બાદ ગઈકાલે મંગળવારે પણ ગાજવીજ સાથે વધુ દોઢ ઈંચ જેટલો વરસાદ વરસી જવા પામ્યો છે.
ખંભાળિયા પંથકમાં મંગળવારે સવારથી ઉઘાડ તેમજ બફારાભર્યા માહોલ વચ્ચે સાંજે ઘટાટોપ વરસાદી વાતાવરણ છવાયું હતું અને સાંજે આશરે સાત એક વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ શરૂ થયો હતો અને કુલ 35 મી.મી. (દોઢ ઈંચ જેટલું) પાણી વરસી જવા પામ્યું છે. ખંભાળિયાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સચરાચર ઝાપટા વરસ્યા છે. ધોધમાર વરસાદના પગલે શહેરના માર્ગો પર પાણી ચાલી નીકળ્યા હતા અને થોડો સમય લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી હતી.
આજે સવારથી સમગ્ર પંથકમાં વાતાવરણ ખુલ્લું રહ્યું હતું અને સૂર્યનારાયણના દર્શન થયા હતા. જો કે ગરમી ભર્યો માહોલ યથાવત રહ્યો હતો. મોસમનો કુલ વરસાદ ખંભાળિયામાં 371, ભાણવડમાં 103 કલ્યાણપુરમાં 58 અને દ્વારકામાં 44 મી.મી. થયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાણીપીણીની ૨૮ દુકાનમાં ફૂડચેકિંગ ૧૩ પાસે ફૂડ લાયસન્સ નહોતું, નોટિસ
November 20, 2024 02:57 PMલોનના બહાને અઠગં ચીટરની વધુ ૭ સાથે ૫.૪૭ લાખની ઠગાઇ
November 20, 2024 02:55 PMવિરપુર સીમ વિસ્તારમાંથી કેબલ વાયરની ચોરી કરતી ગેંગ ઝડપાઈ
November 20, 2024 02:54 PMગોંડલમાં વોરાકોટડા રોડ પર રહેતો શખસ ૮૫૨ ગ્રામ ગાંજા સાથે પકડાયો
November 20, 2024 02:53 PMપીઝાના પૈસાની ઉઘરાણી મુદ્દે બે કેટરર્સના બે ધંધાર્થી વચ્ચે ધોકા–પાઇપ ઉડ્યા
November 20, 2024 02:52 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech