શહેરના મવડી વિસ્તારમાં ઓમનગરમાં આવેલી કેટરર્સની ઓફિસે પૈસાની ઉઘરાણી બાબતે કેટરર્સના ધંધાર્થી ઉપર ધોકા–પાઇપ વડે હત્પમલો કરવામાં આવતા છોડાવવા વચ્ચે પડેલી તેની પુત્રી અને પુત્રને પણ મારમારવામાં આવ્યો હતો. કેટરર્સના ધંધાર્થીને મૂંઢ ઈજાઓ થતા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા છે. જયારે સામાપક્ષે પણ કેટરર્સઆ ધંધાર્થીએ પોતાને ધોકા વડે મારમાર્યેા હોવાની રાવ સાથે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે છ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ ઓમનગર શેરી નં–૯માં રહેતા અને ૪૦ ફટ રોડ પર ઓમનગર પાર્ટ–એ મોમાઈ ચોક પાસે ગોપાલ કેટરર્સ નામની ઓફિસ ધરાવતા ભરતભાઈ ચતુરભાઈ મોરવાડીયા (ઉ.વ.૫૪)નામના આધેડ, પુત્ર વિશાલ અને પુત્રી પાયલ ગત રાત્રીના આઠેક વાગ્યે પોતાની ઓફિસએ હતા ત્યારે અજાણ્યા શખ્સો ઓફિસે આવી ગાળાગાળી કરી રિક્ષામાંથી પાઇપ અને ધોકા કાઢી આડેધડ મારમારવા લાગ્યા હતા. મને બચાવવા માટે પુત્ર વિશાલ (ઉ.વ.૩૪) અને પુત્રી પાયલ (ઉ.વ.૩૨)ની વચ્ચે પડતા તેને પણ માથાના ભાગે મારમાર્યેા હતો. દેકારો થતા માણસો ભેગા થઇ જતા શખ્સો નાસી ગયા હતા અને ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં પહોંચી સારવાર લીધી હતી જેમાં પુત્રીના માથાના ભાગે ચાર ટાકા આવ્યા હતા. જયારે મને અને પુત્રને મુંઢ ઇજા થઇ હતી.
હત્પમલો કરવા પાછળનું કારણ એવું હતું કે, આજથી પાંચેક મહિના પહેલા કોમલબેન વનરાજભાઈ ચાવડા જે પીઝા બનાવવાનું કામ કરે છે તેની સાથે કેટરર્સનું કામ રાખ્યું હતું અને તેને .૫૦ હજાર આપવાના હોઈ એ પૈસાની ઉઘરાણી માટે કેટરર્સના ધંધાર્થી વાલાભાઇ ડાંગર અને તેની સાથેના અજાણ્યા ત્રણ શખસોએ આવી કોમલબેનના પૈસા આપી દેજે કહી ગાળાગાળી કરી હત્પમલો કર્યેા હતો.
જયારે વળતી ફરિયાદમાં ભગવતીપરામાં ગાંધી સમૃધ્ધિ સોસાયટીમાં રહેતા અને કેટરર્સનું કામ કરતા વાલજીભાઇ સુખાભાઈ ડાંગર (ઉ.વ.૪૫)ના યુવકે પોતાને ચતુરભાઈ મોરવાડીયા અને તેના પુત્ર વિશાલે મારમાર્યેા હોવાની રાવ કરી ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, કોમલબેનને પિઝાના પૈસા લેવાના હોઈ એ પૈસા લેવા માટે ભરતભાઈનો ફોન આવતા પૈસા લેવા માટે ગોપાલ કેટરર્સએ તેની ઓફિસે ગયા હતા. ત્યાં બને પિતા પુત્રએ વાતચીત દરમિયાન ઉશ્કેરાઈ પૈસા દેવાના થતા નથી કહી ધોકાથી મારમારવા માટે પાછળ દોડતા અમે રિક્ષા મૂકી નાસી ગયા હતા દરમિયાન ધોકાનો ઘા પગમાં લાગી ગયો હતો અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતાલિબાને બિન-ઈસ્લામિક પુસ્તકો પર મૂક્યો પ્રતિબંધ, હવે સરકાર જે ઈચ્છે તે જ વાંચી શકશે લોકો
November 20, 2024 04:34 PMમારો કેસ બંધ કરો, દારૂ કૌભાંડમાં હાઈ કોર્ટ પાસે કેજરીવાલની માંગ, શું કરી દલીલ?
November 20, 2024 04:31 PMસિક્યોરિટી કાઉન્સિલમાં ઈઝરાયલ સામે 10 દેશો જોડાયા, હવે બધાની નજર અમેરિકા પર
November 20, 2024 04:24 PMઅખિલેશ યાદવે આપી ચેતવણી, ચૂંટણીમાં બેઈમાની કરનારા અધિકારીઓની થશે હકાલપટ્ટી
November 20, 2024 04:17 PMરાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા ‘જનજાતીય ગૌરવ દિવસ’ ની ઉજવણી
November 20, 2024 04:13 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech