વિરપુર આસપાસના વિસ્તારમાં છ વાડીમાંથી કેબલ વાયરની ચોરી કરનાર ટોળકીને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લીધી હતી. ઝડપાયેલા આ ત્રણેય શખસોએ કેબલ વાયરની ચોરી ઉપરાંત વીરપુર આસપાસના વિસ્તારમાંથી જ બે બાઈકની પણ ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે આરોપી પાસેથી કોપર વાયર અને બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કર્યેા છે
રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા અને હરેશભાઈ પરમારને મળેલી બાતમીના આધારે વીરપુરના થોરાળા ગામની સીમમાંથી કેબલ ચોરીમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. ઝડપાયેલા શખસોના નામ અમિત ભુપતભાઈ ડાભી (રહે. વીરપુર મેવાસા રોડ,હાલ. જંગલેશ્વર રાજકોટ), પરેશ ભનુભાઈ સોલંકી (રહે.જર તા.ધારી હાલ કેરાળાની સીમમાં તા. વાંકાનેર) અને ભુપત ભનુભાઈ સોલંકી (ઉ.વ ૨૪ રહે. જર તા.ધારી હાલ, જંગલેશ્વર,રાજકોટ) હોવાનું માલુમ પડું હતું. પોલીસે આરોપીઓ પાસેથી .૬,૩૦૦ ની કિંમતનું ૯ કિલો કોપર વાયર એક બાઈક સહિત કુલ પિયા ૧૧,૩૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
ઝડપાયેલ આ ટોળકીની પૂછતાછ કરતા ટોળકીએ ત્રણ ગુનાની કબુલાત આપી હતી જેમાં આજથી બે માસ પૂર્વે રાત્રીના ત્રણેય આરોપીઓએ મળી વિરપુરના થોરાળા ગામની સીમમાં છ વાડીઓમાંથી કોપર કેબલ વાયરની ચોરી કરી હતી.યારે બે માસ પૂર્વે વીરપુર આસપાસના વિસ્તારમાંથી બાઈકની ચોરી કરી હતી તેમજ દોઢ માસ પૂર્વે વીરપુરના થોરાળા ચોકડી પાસેથી અન્ય એક બાઈકની ચોરી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે,આરોપીઓ રાત્રિના સમયે બાઇકની ચોરી કરી સીમ વિસ્તારમાં વાડીઓ માંથી કેબલ વાયર ચોરી કરી તેને સળગાવી કોપર કાઢી વેચી દેતા હતા. બાઈક પણ ભાંગી નાખી તેના અલગ– અલગ સ્પેરપાર્ટસ ભંગારના ડેલામાં વેચી દેતા હતા. આ ટોળકી અન્ય કોઈ ચોરીમાં સંડોવાયેલી છે કે કેમ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતાલિબાને બિન-ઈસ્લામિક પુસ્તકો પર મૂક્યો પ્રતિબંધ, હવે સરકાર જે ઈચ્છે તે જ વાંચી શકશે લોકો
November 20, 2024 04:34 PMમારો કેસ બંધ કરો, દારૂ કૌભાંડમાં હાઈ કોર્ટ પાસે કેજરીવાલની માંગ, શું કરી દલીલ?
November 20, 2024 04:31 PMસિક્યોરિટી કાઉન્સિલમાં ઈઝરાયલ સામે 10 દેશો જોડાયા, હવે બધાની નજર અમેરિકા પર
November 20, 2024 04:24 PMઅખિલેશ યાદવે આપી ચેતવણી, ચૂંટણીમાં બેઈમાની કરનારા અધિકારીઓની થશે હકાલપટ્ટી
November 20, 2024 04:17 PMરાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા ‘જનજાતીય ગૌરવ દિવસ’ ની ઉજવણી
November 20, 2024 04:13 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech