અનંત–રાધિકાની પ્રિ–વેડિંગ સેરેમનીની ધમાકેદાર શરૂઆત

  • March 01, 2024 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર નજીક મોટી ખાવડી રિલાયન્સ ગ્રીનમાં આજથી અંબાણી પરિવારના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ–વડીંગ સેરેમની અંતર્ગત ધમાકેદાર કાર્યક્રમોની શરૂઆત થઈ ચૂકી છે, દિગ્ગજ મહેમાનોના આગમ થયાં છે, દેશ–વિદેશની ખ્યાતનામ હસ્તીઓ પહોંચી રહી છે, ઘણાં બધા લોકપ્રિય ચહેરાઓ આવી ચૂકયા છે અને આજના દિવસે પણ અનેક મોટા નેતાઓ–અભિનેતાઓ તથા વિદેશી મહેમાનો જામનગરના વિમાની મથકે ઊતરશે. આજના પ્રથમ દિવસે ધમાકેદાર પર્ફેામન્સ યોજાશે જેમાં બાલિવૂડના જાણીતા અભિનેતાઓ પણ પોતાના પર્ફેામન્સ આપશે. વિમાની મથકની બહાર ઘણીબધી હસ્તીઓ કમેરામા કેદ થઈ છે, દરેક મહેમાન પોતાના અલગ અંદાજમાં આવ્યા છે અને લોકોને પોતાના મનગમતા અભિનેતાઓને જોવાની તક મળી છે.

મુકેશ અંબાણી–નીતા અંબાણીના પુત્રની પ્રિ–વેડીંગ સેરેમની આજથી તા.૩ રવિવાર સુધી યોજાશે, દરેક દિવસે અલગ–અલગ કાર્યક્રમો થવાના છે અને તેના માટે વિશેષ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તમામ વીઆઈપી મહેમાનો જે અત્યાર સુધી આવ્યા છે એ બધાંને રિલાયન્સ ગ્રીન ખાતે લઈ જવા માટે અંદાજે એક હજાર જેટલી વીઆઈપી કારનો કાફલો અને રિલાયન્સની મોટી ટીમ કામે લાગી છે.મહેમાનો જામનગરના વિમાની મથકે ઊતરે એ સાથે જ ઉત્સવ જાણે શરૂ થઈ ગયો હોય એવી અનુભૂતિ એમને કરાવવા માટે અરપોર્ટની બહાર પણ રાસ–ગરબા અને શરણાંઈના સૂરની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક મહેમાનો માટે રાલ્સ રાય, મર્સિડીઝ જેવી મોટર કારમાં બેસાડીને એમને મોટી ખાવડી લઈ જવામાં આવ્યા છે. ગઈકાલે આખો દિવસ નેતાઓ અને અભિનેતાઓનો કાફલો જુદી–જુદી ફલાઈટમાં જામનગર આવ્યો હતો.

મેટા અને ફેસબૂકથી વધુ જાણીતા એવા માર્કસ ઝૂકરબર્ગ, દુબઈના ઉધોગપતિ મોહંમદ અલ બદર અને ઈન્ટરનેશનલ કક્ષાએ પર્ફેામન્સ આપતી પાપ સિંગર રિહાનાનું જામનગરના વિમાની મથકે આગમન થયું અને એ રીતે દુનિયામાં પણ જામનગરનું નામ વધુ જાણીતું બન્યું છે. આજે જુદા–જુદા સિડુઅલમાં સાંજ સુધી અનેક ફલાઈટ વિમાની મથકે આવવાની છે અને તેમાં ઘણીબધી દિગ્ગજ હસ્તીઓનું આગમન થવાનું છે, અરપોર્ટની બહાર મોડી રાત સુધી રિલાયન્સની મોટી ટીમ મહેમાનોને આવકારવા તૈયાર રખાઈ છે તો બીજી બાજુ ચાહકોનો મોટો કાફલો પણ અરપોર્ટની બહાર જોવા મળી રહ્યો છે.

જામનગરની તમામ હોટેલો હાઉસફૂલ
અંબાણી પરિવારના મહેમાનોન આગતા–સ્વાગતામાં દેશની મોટી હોસ્પીટાલીટી ચેઇનના સ્ટાફને મંગાવવામાં આવ્યો છે, ડાન્સ, પર્ફેામન્સ, બ્યુટી ટ્રીટમેન્ટ સહિતના કાર્યેા માટે પણ દેશભરમાંથી વિવિધ ટીમો બોલાવવામાં આવી છે, પ્રિ–વેડીંગ સેરેમનીમાં આવેલા વીઆઇપી મહેમાનોની સગવડતા માટે અમુક મહીનાઓમાં વિશાળ હોટલોનું સર્જન કરવામાં આવ્યું છે જેનુ સંચાલન હોટલ ચેઇન ધરાવતા મેનેજમેન્ટને સોપાયાનુ જાણવા મળેલ છે, જામનગર શહેર તેમજ ખંભાળીયા સુધીની મોટાભાગની હોટેલોમાં ઉતારા રાખવામાં આવ્યા છે, જેને લીધે જામનગર શહેરમાં તેમજ ભાગોળે અને ખંભાળીયા સુધી હોટલો હાઉસફત્પલ થઇ ગઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application