બર્ડ સેન્ચ્યુરીમાં સાવચેતીના પગલા લેવાયા
ગત મહિને ધુંવાવ ગામની સીમમાં દેખા દીધી બાદ ધુંવાવથી માત્ર ત્રણ કીલોમીટરના વિસ્તારમાં આવેલા જામનગર શહેરની હદમાં આવી ગયેલા વાડી વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હોવાના ફુટેજ જાહેર થયા બાદ હરકતમાં આવેલા વન વિભાગે દીપડો જે વાડીમાં દેખાયો હતો ત્યાંથી પગેં દબાવતા દીડતો શહેર તરફ નહીં પરંતુ સીમ તરફ ગયો હોવાનું સામે આવ્યું છે.
જામનગર શહેરમાં ભળી ગયેલા મોરકંડા ગામ સુધી નવી સોસાયટીઓમાં બની ચુકી છે. આ ગામતળમાં હજી પણ કેટલીક વાડીઓ પ્લોટીંગ થવાની બાકી છે. આવા શહેરની તરત નજીકના વિસ્તારમાં આવેલા મોરકંડા ગામની સીમની વાડીમાં એક જગ્યાએ આવેલા સીસી કેમેરામાં ધોળા દિવસે દીપડો કેદ થયો હતો. રવિરની ઘટનાની જાણ જામનગરના વન વિભાગને કરવામાં આવતા ઇન્ચાર્જ એસીએફ રાજનભાઇ જાધવ અને ટીમ હરકતમાં આવી હતી અને જે જગ્યાએ દીપડો દેખાયો હોવાની માહિતી મળી હતી તે જગ્યાએ સ્થાનિકોને સાથે રાખીને દીપડાના પગલા ચકાસ્યા હતા. બાદમાં તેઓની સુચનાથી ૧૦ કર્મચારીઓની ટીમએ દીખડાના પગેરાનો પીછો કરતા આ દીપડો કરી શહેરથી દુર બાયપાસ તરફના વાડી વિસ્તાર તરફ ગયો હોવાનું તારણ નીકળતા વન વિભાગની ટીમએ ફરી આ વિસ્તારમાં પેટ્રોલીંગ કરીને દીપડાના સગર મેળવવા પ્રયાસો કર્યા છે. આ વિસ્તારમાં દીપડો એક પણ જેટલા સમયથી ઘુમતો હોવાનું જાણવા મળ્યું છે.
કારણ કે મોરકંડાથી માત્ર ૩ કીલોમીટરના અંતરે આવેલા ધુંવાવ ગામે ગત તા. ૧૦ ફેબ્રુઆરી આસપાસ દીપડો દેખાવા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હસમુખભાઇ કણસારીયાએ વન વિભાગને જાણ કરતા ખીજડીયા આરએફઓ દક્ષાબેન વઘાસીયા અને ફોરેસ્ટ ગાર્ડઝની ટીમ મોડી રાત્રે ઘસી ગઇ હતી અને તેઓએ દીપડાના સગડ મેળવવા શરુ કર્યા હતા, પરંતુ દીપડો અલોપ થઇ ગયો હતો. જે બાદ તકેદારીના ધોરણે ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીમાં ભાગ-એ માં વન વિભાગે કાંટાની ઝાડીઓ લગાવી દીધી હતી અને ટીકીટ બારી પણ આવનારા મુલાકાતીઓને દીપડા અંગે ચેતવણી આપવાનું શરુ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech