બુધવારને વિધ્નહર્તાનો વાર કહેવામાં આવે છે. આથી, આ દિવસે ભગવાન ગણેશની આરાધના કરવામાં આવે છે. જેમ શંકર ભગવાનને બિલ્વપત્ર, આંકડો અને ધતૂરો પ્રિય છે તેમ ભગવાન ગણેશજીને પણ દુર્વા ખૂબ જ પ્રિય છે. તો ચાલો જાણીએ શા માટે ભગવાન ગણેશને દુર્વા ખૂબ જ પ્રિય છે.
બુધવાર ભગવાન ગણેશનો દિવસ છે. આ દિવસે ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવાની પરંપરા છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજા દુર્વા વિના અધૂરી માનવામાં આવે છે. એક દંતકથા અનુસાર અનલાસુર નામના રાક્ષસે સૌ કોઇને પરેશાન કરી મૂકયા હતા. તે બધાને જીવતા ગળી જતો. તેનાથી પરેશાન થઈને બધા લોકો ભગવાન શિવજી પાસે ગયા અને તેમને રાક્ષસના અત્યાચાર વિશે જણાવ્યું. ભગવાન શિવે કહ્યું કે માત્ર ગણેશ જ રાક્ષસ અનલાસુરનો નાશ કરી શકે છે. લોકોની હેરાનગતિને ધ્યાનમાં રાખી ભગવાન ગણેશ રાક્ષસ પાસે પહોંચ્યા અને તેને ગળી ગયા. બાદમાં ગણેશજીને પેટમાં બળતરા થવા લાગી. આથી, કશ્યપ ઋષિએ તેમને 21 દુર્વા ઘાસ ખાવા માટે આપ્યા. જેને કારણે ગણેશજીની બળતરા શાંત થઈ ગઈ. ત્યારથી એવી માન્યતા છે કે દુર્વા ચઢાવવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે.
આમ પણ ગણેશ ભગવાનને વિધ્ન હર્તા કહેવામાં આવે છે કારણ કે, તે વિધ્ન હરી લે છે. આથી, કોઇ પણ કાર્યની શરૂઆતમાં પહેલા ગણપતિબાપ્પાને યાદ કરવામાં આવે છે. ગણપતિ બાપાના સૌ પ્રથમ આશીર્વાદ લેવામાં આવે તો કાર્ય વિના વિધ્ને પાર પડી જાય અને પૌરાણિક કથાને ધ્યાનમાં રાખીએ તો ભગવાન ગણેશજીને દુર્વા અર્પણ કરવાથી તેમને પ્રસન્ન કરી શકાય છે. ભગવાન ગણેશજીને અર્પણ થતું દુર્વાએ ઘાસ છે. જે બગીચામાંથી સરળતાપૂર્વક મળી રહે છે. ભગવાન ગણપતિ બાપાની પૂજા કરતી વેળા તેમને દુર્વા અર્પણ કરવામાં એ મહત્વનું છે કે સૌ પ્રથમ દુર્વાને ધોઇ લેવું જોઇએ. ત્યાર બાદ જ તે ગણપતિ બાપાને અર્પણ કરવું જોઇએ આ સાથે જ એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું કે તેને જોડીમાં જ ભગવાન ગણેશને ચઢાવવું જોઇએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક માણસે ૧૮૮ કરોડ રૂપિયાની લોટરી જીતતા તરત જ મિત્રને કર્યો ફોન, જાણો શું કહ્યું
April 08, 2025 03:36 PMટીપી બ્રાન્ચમાં કમિશનર સુમેરા ત્રાટકયા; બે કર્મીને નોટિસ
April 08, 2025 03:31 PMસ્વાતિ મેઈન રોડ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી 36 બોટલ દારૂ સાથે શખ્સ ઝબ્બે
April 08, 2025 03:20 PMગ્રીનલેન્ડ ચોકડી પાસે કારખાનામાંથી રૂ.૧.૨૬ લાખની કોપર પ્લટની ચોરી
April 08, 2025 03:19 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech