સુપરહિટ હિન્દી ફિલ્મ ગંગાજલમાં જે રીતે તેજપુર એસપી અમિતકુમારના રોલમાં રહેલા અભિનેતા અજય દેવગન કોઇને સાથે રાખ્યા વિના એકલા જઇને શિકારપુર પોલીસ થાનાની સરપ્રાઇઝ વિઝીટ લ્યે છે અને ત્યાં આગળ ચાલતો વહીવટ જાણે છે તેવી જ સ્ટાઇલથી આજે કોઇ પણ અધિકારીને સાથે રાખ્યા વિના કે સ્ટાફને પૂર્વ જાણ કર્યા વિના રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએએ વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચની સરપ્રાઇઝ વિઝીટ કરતા ટીપી બ્રાન્ચના સ્ટાફમાં દોડધામ મચી ગઇ હતી. દરમિયાન કચેરીનું કામકાજ શ થયાના એક કલાક પછી પણ એક ડેપ્યુટી ઇજનેર અને કલાર્ક કચેરીમાં હાજર નહીં હોવાનું અને ફિલ્ડ વર્કમાં નહીં હોવાનું કે તેમનો રજા રિપોર્ટ પણ નહીં હોવાનું માલુમ પડતા બન્નેને શોકોઝ નોટિસ ફટકારવા હત્પકમ કર્યેા હતો.
વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ, રાજકોટ મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ સહિતના સંકુલોમાં અધિકારીઓથી લઇને કર્મચારીઓ સુધીનો મ્યુનિસિપલ સ્ટાફ હાજર રહેતો નહીં હોવાની અરજદારોમાંથી વ્યાપક ફરિયાદો મળતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આજે મનોમન સરપ્રાઇઝ ચેકિંગ કરવા નિર્ણય કરી સૌપ્રથમ વોર્ડ નં.૧૧ની વોર્ડ ઓફિસ ખાતે વિઝીટ કરી હતી ત્યાંથી નાનામવા મેઇન રોડ ઉપરના આરોગ્ય કેન્દ્ર ખાતે ગયા હતા ત્યારબાદ અચાનક વેસ્ટ ઝોન ઓફિસની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં ત્રાટકયા હતા અને ત્યાં આગળ સ્ટાફની હાજરી અંગે ચેમ્બર ટુ ચેમ્બર અને ટેબલ ટુ ટેબલ ચેકિંગ કયુ હતું. દરમિયાન ડેપ્યુટી એન્જીનિયર હર્ષદ પરમાર અને કલાર્ક યોત્સનાબેન ડોબરીયા સહિતના બે કર્મચારી કચેરીમાં હાજર ન હતા અને તપાસ કરતા ફિલ્ડમાં પણ ન હતા કે તેમનો રજા રિપોર્ટ પણ ન હતો. આથી આ બન્ને કર્મચારીને શોકોઝ નોટિસ ફટકારવા હત્પકમ કરીને મ્યુનિ. કમિશનર તુરતં ત્યાંથી રવાના થઇ ગયા હતા. બીજી બાજુ ટીપી બ્રાન્ચના સ્ટાફને પરસેવા છૂટી ગયા હતા.
કચેરી ખુલ્યા બાદ ટીપી સ્ટાફએ હજુ કામની બોણી પણ કરી ન હતી અને રોજિંદી પધ્ધતિ મુજબ કોણ કયાં જશે તેની ધીમી ધીમી વાતો ચાલુ હતી ત્યાં જ અચાનક મ્યુનિ. કમિશનર સામે આવીને ઉભા રહી જતા અનેકના ગાત્રો ઢીલા પડી ગયા હતા. અમુક સ્ટાફને સામાન્ય રીતે કયારેય કમિશનરને મળવાનું જ હોતું નથી આવો સ્ટાફ તો મ્યુનિ. કમિશનરને ઓળખી શકયો ન હતો ! તેમને તો એમ હતું કે રાબેતા મુજબ કોઇ અરજદાર આવ્યા છે અને સાહેબો કયારે આવશે, કયારે મળશે તેની પૂછપરછ કરી રહ્યા છે ! અલબત્ત બ્રાન્ચ હેડ લેવલના સિનિયર સ્ટાફને ખ્યાલ આવી જતા તેઓ કમિશનરની આવભગત કરવા અચ્છોવાના કરવા લાગ્યા હતા પરંતુ કમિશનર વેલકમ ગેસ્ચર રિસીવ કર્યા વિના જ ગેરહાજર કર્મચારીઓને નોટિસ ફટકારવાનો હત્પકમ કરી મારતી મોટરે સેન્ટ્રલ ઝોન ઓફિસે રવાના થઇ ગયા હતા.
મ્યુનિ.કમિશનર તો સરપ્રાઇઝ વિઝીટ કર્યા બાદ તુરતં રવાના થઇ ગયા બાદ વેસ્ટ ઝોન ઓફિસની અન્ય બ્રાન્ચનો સ્ટાફ પણ એલર્ટ થઇ ગયો હતો અને ઘેર હાજર રહેલા સ્ટાફને ફોન કરીને બોલાવી લેવાયો હતો તેમજ ટેબલો ઉપરથી ફાઈલોના થપ્પા પણ હટાવી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: ક્રિકેટ મેચ નહીં, થ્રિલર મૂવી, દિલ્હીએ સુપર ઓવરમાં રાજસ્થાનને હરાવ્યું
April 17, 2025 12:32 AMનેશનલ હેરાલ્ડ કૌભાંડ: EDની તપાસ શરૂ થયા બાદ પણ મની લોન્ડરિંગ, જાહેરાતના નામે ભેગા કરાયા પૈસા
April 16, 2025 10:32 PMરાજકોટમાં કાળઝાળ ગરમી: 43.4 ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ
April 16, 2025 07:52 PMઅમેરિકાએ ચીન પર 100% ટેરિફ વધાર્યો, કુલ ટેરિફ થયો 245%, ચીને કહ્યું ટેરિફ વોરથી નથી ડરતા
April 16, 2025 07:40 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech