મેષ
નોકરીમાં કાર્યભાર રહે. વ્યવસાયમાં નાણાકીય પ્રશ્નોથી ટેન્સન, મિલકતથી લાભ. શેર સટ્ટામાં જાળવવું. લખાણના કાર્યેામાં ઉતાવળ ન કરવી. યાત્રા પ્રવાસમાં અનુકુળતા રહે.
આત્મવિશ્વાસ મજબૂત રાખવો જરૂરી રહે. બી.પી.ની તકલીફ હોય તેઓએ ખાસ જાળવવું. મહત્વના કાર્યેામાં કોઇની સલાહ લેજો. વીલ વારસાના પ્રશ્નોમાં અનુકુળતા રહે. ભાઇ–બહેનોથી સાથ સહકાર સારો રહે. નવા મિત્રો બનાવવામાં સાવધાની જરૂરી. સામાજિક કાર્યેામાં સફળતા રહે. મનગમતી વ્યકિતની મુલાકાત થાય. વિદેશથી નાણાકીય લાભ મેળવશો. ધાર્મિક કાર્યમાં અનુકુળતા રહે.
વૃષભ
વ્યવસાયમાં ન ધારેલો લાભ. નોકરીમાં પ્રમોશન બદલીના ચાન્સ. નાણાકીય બાબતોમાં સર્તકતા રાખવી. મિલકતના પ્રશ્નોમાં ઉતાવળ ન કરવી. સગાઇ લગ્નના કાર્યેામાં સફળતા. માતાથી લાભ રહે. કારણ વગરનો માનસિક રીતે દબાવ રહે. નકારાત્મક વિચારોને ટાળજો. ટેકનીકલ લાઇનથી લાભ રહે. જુના અટકતા કર્યો બાબત સર્તક રહીને આગળ વધવાથી કાર્ય સફળતા રહે. સંયુકત પરિવારના વ્યવસાયમાં મનગમતા ફેરફારોની ઇચ્છા ફળવાની. અધિકારી વર્ગ તમારા કાર્યથી ખુશ રહે. શેર સટ્ટામાં જાળવવું. મહત્વના કાર્યેામાં અચાનક સફળતા રહે.
મિથુન
વ્યવસાયમાં કાર્યક્ષેત્ર વધે. નોકરીમાં પ્રગતિ મનગમતું વાતાવરણ રહે. ઉપરી વર્ગનો સહકાર રહે. શેર સટ્ટામાં લાભ. મિલકતના નિર્ણયોમાં ધીરજ રાખવી. વિદેશથી લાભ. કર્જમાં રાહતવાળો સમય. કાયમી સ્થળાંતર કરવાની ઇચ્છા ફળે. આર્ટ લાઇનથી લાભ. પરિવારના સભ્યો સાથે વ્યર્થ દલીલબાજી ટાળવી. વિજાતીય સંબંધોમાં જાળવવું. લજીવનમાં ગેરસમજોથી દૂર રહેવું. મિત્રોથી લાભ. રોમાન્ટીક સંબંધોમાં જાળવવું. વધુ પડતી મહત્વકાંક્ષા ટાળવી. જુના અટકતા પ્રશ્નોમાં સફળતા મળવાની. ગ્રહોનું ભ્રમણ કોઇ સારો કાયમી લાભ આપે.
કર્ક
નોકરીમાં પરિવર્તનની ઇચ્છા રહે, ચીવટ રાખવી. વ્યવસાયમાં નાણાકીય મુશ્કેલીનો સામનો રહે. ઉધારીથી દૂર રહેજો. શેર સટ્ટામાં અનુકુળતા. મિલકતના પ્રશ્નો ટાળજો. સ્નાયુને લગતી તકલીફથી જાળવવું. પરિવારના પ્રશ્નોમાં ધ્યાન દેવું. નવા રોકાણ બાબત કોઇ હિતેચ્છુની સલાહ લેજો. રાજકીય લાભ રહે. સંતાનોની સગાઇ–લગ્નના કાર્યમાં સફળતા. ભાઇ–બહેનો સાથે સુમેળ વધારવાથી લાભ. નવા પ્રોજેકટ બાબત કોઇ ઉતાવળ ન કરવી. ઉધારી ધંધાને લઇને ટેન્શન રહે. જેથી ઉધારીથી દૂર રહેજો. વિદેશ જવાની તક માટે ઉત્તમ સમય રહે.
સિંહ
નોકરીમાં બદલી બઢતીના ચાન્સ. અગત્યના નિર્ણયોમાં ઉતાવળ ન કરવી. વેપારમાં સફળતા. આવકનું પ્રમાણ વધે. ભાગીદારોનો સહકાર રહે. ભાઇ–બહેનોથી લાભ. સામાજિક કાર્યેામાં સફળતા. રાજકીય કારકિર્દીમાં લાભ. માતાના આરોગ્ય બાબત જાળવવું. વીલ વારસાના પ્રશ્નોથી દૂર રહેજો. જુના મિત્રો સાથેની મુલાકાત લાભદાયક રહેશે. સરકારી કાર્યેામાં કોઇને કોઇ અવરોધો ઉભા થાય. રોમાન્સમાં સફળતા. સંગીત, કલાક્ષેત્રે સફળતા. વિદેશ જવાની સારી તક મળે.
કન્યા
વેપારમાં ન ધારેલો લાભ. ફાઇનાન્સના પ્રશ્નો દૂર થાય. પુરુષાર્થનું ફળ મળ. નોકરીમાં કાર્યભાર રહે. નિકટના સાથીઓને સહકાર આપવો. અતડા બનવાથી દૂર રહેવું. ભાઇ–બહેનોને સહકાર રહે. કુટુંબમાં શુભ પ્રસંગની ઉજવણી થાય. ધાર્મિક કાર્યમાં સફળતા. આરોગ્યમાં સુધારો રહે. લગ્ન ઇચ્છુકોને સફળતા મળવાની. મોજશોખનું પ્રમાણ વધે. રહેણાકના મકાનમાં સુખ સગવડતા વધે. ઇલેકટ્રોનિક ઉપકરણો પાછળ ખર્ચ રહે. મહત્વના કાર્યેાને પ્રાધાન્ય આપવું. વિદેશથી મિત્રો દ્રારા શુભ સમાચાર મળે.
તુલા
નોકરીમાં જવાબદારી વધે. વ્યવસાયમાં અવરોધો ઉભા થાય. શેર સટ્ટામાં લાભ. સ્વાસ્થ્ય બાબત જાળવવું. વીલ વારસાના પ્રશ્નોમાં લાભ. કાનૂની પ્રશ્નો ટાળવા. મિલકત ઉપર કર્જ લઇને કોઇ સાહસ ન કરવું. મોસાળથી લાભ. વિદેશથી નાણાકીય લાભ રહે. ધાર્મિક યાત્રા પ્રવાસમાં સફળતા. આધ્યાત્મિક વિચારોમાં વધારો થાય. મેડીટેશનથી લાભ. આ સમયમાં તમોને ધનવાન બનવાની તક મળવાની. જોકે, તમારા જન્મના ગ્રહો કેવા બળવાન છે તે મહત્વનું છે. સ્વાસ્થ્ય બાબત જાળવવું.
વૃષિક
વ્યવસાયમાં બીન જરૂરી ખર્ચથી દૂર રહેવું. નોકરીમાં સફળતા. નવી ઓફર આવે. શેર સટ્ટામાં લાભ. મિલકતની લે–વેચમાં અનુકુળતા નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી. કર્જ ન કરવું. ભાગીદારો સાથે કોઇ મતભેદો ન થાય તેનું ધ્યાન રાખવું. અગત્યના કાર્યેામાં કોઇનો વિશ્વાસ કરવામાં ઉતાવળ ન કરવી. ઉધારી ધંધો હીતાવહ નથી. પરિવારના વડીલ વર્ગના સ્વાસ્થ્ય બાબત જાળવવું. કોર્ટ કેસના પ્રશ્નોથી દૂર રહેજો. મહત્વના નિર્ણયો બાબત કોઇ ઉતાવળ ન કરવી. સ્થાનફેર સ્થળાંતરના યોગ બને.
ધન
નોકરીમાં ચીવટ રાખવી. વ્યવસાયમાં એવરેજ રહે. શેર સટ્ટામાં નિર્ણયો બાબત સર્તકતા રાખવી. મિલકતના પ્રશ્નોથી દૂર રહેજો. સ્વાસ્થ્ય જાળવવું. સ્થળાંતરની ઇચ્છા પ્રબળ થાય. આ સમય દરમિયાન નબળા વિચારો ટાળજો. મેડીટેશન, યોગને જીવનમાં અપનાવો. થોડી ધીરજ રાખવાની ટેવ પાડો. ભાગીદારો સાથે ગેરસમજો ટાળજો. ભાઇ–બહેનો, મિત્રોનો સહકાર રહે. જીવનસાથીના સ્વાસ્થ્ય બાબત સાધારણ ટેન્શન રહે. નવા આયોજનમાં કોઇ ઉતાવળા નિર્ણયો ન લેવા. નવી ઓળખાણમાં સાવધાની રાખવી. સીઝનલ ધંધામાં સમજદારીપૂર્વક આયોજન કરવું.
મકર
વ્યવસાયમાં પ્રતિકુળતા રહે. નોકરીમાં સ્થીરતા રાખવી. મિલકતના પ્રશ્નો ટાળજા. શેર સટ્ટામાં સફળતા. લગ્ન ઇચ્છુકોને અનુકુળતા વધે. ગુસ્સો ટાળજો. યાત્રા પ્રવાસમાં અનુકુળતા રહે. લજીવનમાં થયેલી ગેરસમજો દૂર થાય. માનસિક તનાવ દૂર થાય. નાણાકીય બાબતોમાં સર્તકતા રાખવી. અનજાન વ્યકિતથી જાળવવું. જુના મિત્રોની મુલાકાતથી લાભ રહે. મનને શાંતિ મળે. પાર્ટીનું આયોજન થાય. સ્વાસ્થ્ય બાબત તકલીફોથી જાળવવું. વિજાતીય મિત્રતા ગાઢ બને. કોર્ટ કેસના પ્રશ્નોમાં સમાધાનથી લાભ. અટકતા પ્રશ્નોને વેગ મળે.
કુંભ
નોકરીમાં અનુકુળતા રહે. વ્યવસાયમાં આર્થિક લાભ. શેર સટ્ટામાં નિર્ણયો મહત્વના રહે. મિલકતની લે–વેચમાં લાભ. દસ્તાવેજોના કાર્યેામાં જાળવવું. કાર્યશકિત વધે. વિદેશ જવાની તક મળવાની. યુવા વર્ગને વિજાતીય મિત્રતા વધુ ગાઢ બને. લ જીવનમાં જાળવવું. રાજકીય લાભ રહે. માતાના સ્વાસ્થ્ય બાબત સાધારણ નબળો સમય. નવી ઓળખાણ થાય. કોઇની નાણાકીય જવાબદારી ન લેવી. કોર્ટ કેસના પ્રશ્નોથી દૂર રહેજો. નજીકના મિત્રો કે ભાઇ–બહેનો સાથે ગેરસમજો ન થાય તેનું ધ્યાન રાખવું. આધ્યાત્મિક વિચારોને અપનાવવા.
મીન
વ્યવસાયમાં મનમગતું વાતાવરણ રહે. આર્થિક લાભ. નવી એજન્સી મળે. નોકરીમાં કાર્યભાર રહે. મિલકતની લે–વેચ થાય. શેર સટ્ટામાં જાળવવું. લગ્ન ઇચ્છુકોને સફળતા રહે.
મનગમતી વ્યકિત સાથે ભાગીદારી યોજનામાં આગળ વધી શકાય. કર્જમાં રાહત રહે. કૌટુંબિક બાબતોના પ્રશ્નોમાં સફળતા રહે. સ્વાસ્થ્ય બાબત બેદરકારી ન રાખવી. રાજકીય રીતે લાભ. રોજીંદા કાર્યમાં ચીવટ રાખવી. કોર્ટ કેસના પ્રશ્નોમાં સાવધાની રાખવી. સમાધાનથી લાભ રહે. લજીવનમાં મતભેદો ન થાય તેનું ધ્યાન રાખવું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech