AIMIM પાર્ટીના વડા અને હૈદરાબાદ લોકસભા સીટના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ફરી એકવાર વિવાદ સર્જ્યો છે. આજે લોકસભામાં સાંસદ તરીકેના શપથ દરમિયાન ઓવૈસીએ પેલેસ્ટાઈનના સમર્થનમાં જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા. હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા બાદ સંસદમાં અને બહાર પણ હોબાળો થયો છે.
અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, જ્યારે અસદુદ્દીન ઓવૈસીએ પોતાના શપથમાં જય પેલેસ્ટાઈન કહ્યું ત્યારે કેન્દ્રીય મંત્રી અને બીજેપી સાંસદ શોભા કરંદલાજેએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. આ પછી લોકસભામાં પ્રેસિડિંગ ઓફિસર રાધા મોહન સિંહે અસદુદ્દીન ઓવૈસીના આ નિવેદનને રેકોર્ડમાંથી હટાવવાનું કહ્યું હતું. જો કે ઓવૈસીના આ નિવેદનનો વીડિયો હવે વાયરલ થયો છે.
હૈદરાબાદ લોકસભા સીટ પરથી અસદુદ્દીન ઓવૈસી સતત પાંચમી વખત જીત્યા છે. આ વખતે અસદુદ્દીન ઓવૈસીને કુલ 6,61,981 મત મળ્યા અને તેમણે ભાજપની માધવી લતાને 3,38087 મતોથી હરાવ્યા. અગાઉ 2019ની ચૂંટણીમાં ઓવૈસી કુલ 58.95% વોટ શેર સાથે જીત્યા હતા.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસી 2004માં હૈદરાબાદ લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. આ પછી, તેણે 2009, 2014, 2019 અને 2024 માં તેની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech