રાજકોટ એરપોર્ટ ફાટક પર ભયંકર ટ્રાફિક જામ, માલગાડીના પૈડા થંભી જતાં વાહનચાલકો પરેશાન...જૂઓ વીડિયો

  • May 23, 2025 09:10 PM 

રાજકોટમાં આજે એરપોર્ટ ફાટક પાસે ભયંકર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. એક માલગાડીના પૈડા થંભી જતાં ફાટકની બંને સાઈડ લાંબા વાહનોની કતારો લાગી ગઈ હતી.


​​​​​​​પ્રાથમિક માહિતી અનુસાર ઈલેક્ટ્રીક પાવર કનેક્શનમાં ટેકનિકલ સમસ્યાના કારણે માલગાડી અટકી પડી હતી. આ કારણે એરપોર્ટ ફાટકથી રૈયા ચોકડી સુધી અને એરપોર્ટ ફાટકથી મહિલા અંડરબ્રિજ સુધી વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. વાહનચાલકો અને રાહદારીઓ ઘણા સમય સુધી ફાટક ખૂલવાની રાહ જોતા અટવાયા હતા. 

પોલીસ અને રેલવેના અધિકારીઓ દ્વારા પરિસ્થિતિને સામાન્ય કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ ટ્રાફિક જામના કારણે ઘણા લોકો પોતાના નિર્ધારિત સ્થળોએ સમયસર પહોંચી શક્યા ન હતા. હાલ તો ફાટક ખુલી જતાં લોકો ટ્રાફિકજામમાં ફસાયા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application