ગીર સોમનાથ જિલ્લામાં અકસ્માતની ભયાનક ઘટના બની હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર 3 યુવકોના મોત થયા છે. જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. સોમનાથ-ઉના હાઇવે પર ભયાનક અકસ્માતની ઘટના બની હતી. ઊના તરફથી આવતી કાર ઉછળીને ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. કારમાં ચાર યુવકો સવાર હતા. જેમાંથી ત્રણ યુવકોના મોત થયા છે. કોડીનારના ડોળાસા નજીક દુર્ઘટના બની હતી. યુવાનોના મૃતદેહો કારના પતરા તોડી બહાર કાઢવામાં આવ્યા હતા.
આ ભયાનક અસ્માતની ઘટના ઉના સોમનાથ હાઈવે પર કોડિનારના ડોળાસા નજીક બની હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે કોડીનારની રાનાવળા હોસ્પિટલ ખસેડાયા હતા. ઈજાગ્રસ્તને 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માતની ઘટના એટલી ગમખ્વાર હતી કે, સફેદ કલરની સ્વિફ્ટ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારના પતરા કાપીને યુવકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતના પગલે બનાવના સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત બાદ 108 પણ સ્થળ પર પહોંચી હતી.
અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામ થયો
અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી. પોલીસે ત્રણેય યુવકનાં મૃતદેહને પીએમ અર્થે મોકલીને યુવકોની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. રાતનાં સમયે હાઇવે પર અકસ્માત થતાં સ્થાનિક લોકોની ભીડ ભેગી થઈ હતી, જેનાં કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. પોલીસે લોકોને ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: ગુજરાતે કલકત્તાને 39 રને હરાવ્યું, શુભમન ગિલ રહ્યો મેચનો હીરો
April 21, 2025 11:38 PMરાજકોટમાં SOGનો સપાટો: શાસ્ત્રીમેદાનમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે બે આરોપી ઝડપાયા
April 21, 2025 09:18 PMICICI, HDFC થી લઈને YES બેંક સુધી; કઈ બેંકમાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ?
April 21, 2025 08:43 PMસુરતમાં નકલી હેડ એન્ડ સોલ્ડર શેમ્પૂનું કૌભાંડ ઝડપાયું, 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 3ની ધરપકડ
April 21, 2025 08:37 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ, સાત શહેરોમાં 40ને પાર
April 21, 2025 08:34 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech