તમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત

  • June 07, 2025 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના માય થેલી કેમ્પેઇનનું આયોજન તા.૫-જુન,૨૦૨૫ થી ૩૧-ઓક્ટોબર,૨૦૨૫ દરમ્યાન સવારના ૧૦ થી ૨ અને બપોરના ૩ થી સાંજના ૬ કલાક સુધી (દર ગુરુવાર અને શુક્રવાર) રહેશે.


૮૨ નાગરિકોએ મુલાકાત કરી

તા.૫ જુન, વિશ્વ પર્યાવરણ દિન-૨૦૨૫ની ઉજવણીના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ પ્લાસ્ટિકથી થતા પ્રદુષણનો અંત લાવવા માટેના પ્રયાસ રૂપે તમામ ઘર પ્લાસ્ટિકની થેલીથી મુકત થાય તે માટે તા.૫-જુન,૨૦૨૫ થી ૩૧-ઓક્ટોબર,૨૦૨૫ દરમ્યાન માય થેલી કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં, શરૂઆતમાં જ ત્રણેય ઝોનના કુલ ૬ સેન્ટરો ખાતે કુલ ૮૨ નાગરીકોએ મુલાકાત કરી કુલ૬૯ લોકોને જુના કપડામાંથી આકર્ષક કાપડની થેલીઓ બનાવી વિનામૂલ્યે આપવામાં આવી હતી.


પ્લાસ્ટિકથી થતા પ્રદુષણનો અંત આવશે

અઠવાડીયાના બે દિવસ (ગુરૂવાર અને શુક્રવાર)ના રોજ શહેરના છ સ્થળોએથી સખી મંડળના બહેનો મારફત નાગરિકો દ્વારા લાવેલ જુના કપડામાંથી કાપડની આકર્ષક થેલી સ્થળ પર જ સિલાઈ કરી વિનામૂલ્યે બનાવી આપવામાં આવશે. જેથી, જુના કપડાઓનો ઉપયોગ થશે અને પ્લાસ્ટિકની થેલીનો વપરાશ ઓછો થવાથી પ્લાસ્ટિકથી થતા પ્રદુષણનો અંત આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application