બિહારના ભાગલપુરમાં મેડિકલ કોલેજ હોસ્પિટલના ડૉક્ટરો અને સ્ટાફ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એક વ્યક્તિ તેની પત્ની સાથે સાપ લઈને હોસ્પિટલ પહોંચ્યો. હોસ્પિટલ પહોંચતા જ તે માણસે કહ્યું, ડોક્ટર સાહેબ, આ સાપે મારી પત્નીને ડંખ માર્યો છે, બચાવી લો. ડૉક્ટરે પહેલા સાપને દૂર રાખવા કહ્યું અને પછી મહિલાની સારવાર શરૂ કરી હતી.
આ મામલો ભાગલપુર જિલ્લાના સબૌર વિસ્તારના ઝુરખુરિયા ગામનો છે. અહીં 29 વર્ષની મહિલા નિશા પોતાના ઘરની સફાઈમાં વ્યસ્ત હતી. દરમિયાન સાપે તેને ડંખ માર્યો હતો. સાપ કરડ્યા બાદ નિશાએ ઘરના લોકોને બોલાવ્યા હતા.
જ્યારે ઘરના લોકો તે રૂમમાં પહોંચ્યા તો નિશાએ કહ્યું કે રૂમમાં જ સાપ હતો. નિશાના પતિ રાહુલે જ્યારે રૂમમાં રાખેલી ભગવાનની તસવીર ખસેડી તો તેની પાછળ એક સાપ છુપાયેલો જોવા મળ્યો. રાહુલે લાકડી વડે સાપને ઉપાડ્યો અને ડોલમાં રાખ્યો. ત્યાં સુધીમાં નિશા બેહોશ થવા લાગી હતી. જે ડોલમાં સાપ રાખવામાં આવ્યો હતો તે બાઈકના હેન્ડલ પર જ લટકાવ્યો અને તે બાઇક પર પત્ની સાથે જવાહર લાલ નેહરુ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પહોંચ્યો હતો.
તેણે હોસ્પિટલ પહોચીને કહ્યું કે આ સાપે તેની પત્નીને ડંખ માર્યો હતો. ડોક્ટરોએ પહેલા નિશાને સ્ટ્રેચર પર સુવડાવી અને સારવાર માટે ઈમરજન્સી રૂમમાં મોકલી દીધી. બીજી તરફ સાપને જોવા માટે હોસ્પિટલમાં હાજર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
ડૉક્ટરે કહ્યું કે તે સાંકડી પ્રજાતિનો સાપ છે. સાપના ઝેર અને તેની પ્રજાતિનું મૂલ્યાંકન કર્યા બાદ ડોક્ટરોએ નિશાની સારવાર શરૂ કરી છે. ઝેરની અસર ઘટાડવા માટે દવા આપવામાં આવી રહી છે. ડોક્ટરોએ જણાવ્યું કે નિશાની હાલત હાલ ખતરાની બહાર છે. જોકે, સાપને હજુ પણ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech