લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ચુકી છે, દેશભરમાં ચુંટણીનું આયોજન સાત તબક્કામાં થસે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા સંબોધન કર્યું હતું જેમાં તેમણે કહ્યું કે, 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. અમે બે વર્ષથી ચૂંટણીની તૈયારી કરી છે. સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણી યોજવી પડકારજનક છે, પરંતુ અમે તૈયાર છીએ. અમે તમામ રાજ્યોની મુલાકાત લીધી છે અને સમીક્ષા કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે વધુમાં કહ્યું કે, અમને આશા છે કે યુવાનો અને પ્રભાવકો મોટી સંખ્યામાં મતદાન કરવા આવશે અને તેમના મિત્રોને પણ સાથે લાવશે. ચૂંટણી દરમિયાન વાતાવરણનું પણ ધ્યાન રાખવામાં આવશે.
લોકસભાની ચૂંટણીનું મતદાન ૧૯મી એપ્રિલથી શરુ થશે અને ચોથી જુને પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો ૧૯મી એપ્રિલે યોજાશે જેમાં ૧૦૨ બેઠકો પર મતદાન થશે. બીજો તબક્કો ૨૬ એપ્રિલે યોજાશે જેમાં ૮૯બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. ત્રીજો તબક્કો ૭મી મેના રોજ યોજાશે જેમાં૯૪ બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે અને સાથે જ ખાલી પડેલી પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાશે. ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થશે. ચોથો તબક્કો ૧૩ મેના રોજ યોજાશે જેમાં ૯૬બેઠકો પર મતદાન થશે. ચોથા તબક્કા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થશે. પાંચમો તબક્કો ૨૦ મેના રોજ યોજાશે જેમાં ૪૯ બેઠકો પર મતદાન થશે. પાંચમા તબક્કા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થશે. છઠ્ઠો તબક્કો ૨૫ મેના રોજ યોજાશે જેમાં ૫૭ બેઠકો પર મતદાન થશે. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પર મતદાન થશે. સાતમો તબક્કો પહેલી જુનના રોજ યોજાશે જેમાં૫૭ બેઠકો પર મતદાન થશે. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થશે. ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ સાથે જ યોજાશે.
ગુજરાતની ૨૬ બેઠકો પર ૭ મે ના રોજ ત્રીજા તબક્કામાં મતદાન થશે. આ ઉપરાંત ૭ મેના રોજ વિધાનસભાની ૫ બેઠકો માટે પેટા ચુંટણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં માણાવદર, પોરબંદર, વાઘોડિયા, વિજાપુર અને ખંભાતમાં પેટા ચુંટણી યોજાશે. વિસાવદરની એક બેઠક માટે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
લોકસભા ચૂંટણીની સાથે અરુણાચલ પ્રદેશ, ઓડિશા, આંધ્ર પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે, જેની તારીખો પણ જાહેર કરવમાં આવી છે. ચૂંટણી પંચના શેડ્યૂલ મુજબ તમામ રાજ્યોના પરિણામો એકસાથે જાહેર કરવામાં આવશે. ઓડિશામાં વિધાનસભા ચૂંટણી માટે 25મી મેના રોજ મતદાન થશે. આંધ્રપ્રદેશમાં 13 મેના રોજ ચુંટણીનું આયોજન કરાયું છે. તો સિક્કિમમાં 19 એપ્રિલે તો અરુણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે મતદાન થશે. તમામ ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech