ગુજરાતમાં સ્કૂલો, હોટલો, કલેક્ટર ઓફિસ, સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની અવારનવાર ધમકીઓ મળે છે. પરંતુ આ વખતે ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આથી પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે.
ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ કરાયું
મળતી માહિતી મુજબ, હાઇકોર્ટના ઈ-મેઇલ પર અજાણી વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનો ઈ-મેઇલ કર્યો છે. પોલીસને જાણ કરતા પોલીસ હાઈકોર્ટ પહોંચી છે. હાઈકોર્ટના ગેટ બંધ કરી ચેકિંગ શરૂ કરાયું છે. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ કરાયું છે.
ઈ-મેઇલ કરનારની પણ તપાસ કરવામાં આવી રહી છે
આ અંગે અમદાવાદ ઝોન 1 ઈન્ચાર્જ ડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે, હાઇકોર્ટના ઈ-મેલ પર બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે જેને લઈને તપાસ કરવામાં આવી છે. હાઇકોર્ટના ગેટ બંધ કરી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે. ઈ-મેઇલ કરનારની પણ તપાસ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech