'ઔરો મેં કહાં દમ થા'નું ટીઝર રિલીઝ, ફેન્સ ઉત્સાહિત
દર્શકો અજય દેવગન અને તબ્બુની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ઔરો મેં કહાં દમ થા'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નિર્માતાઓએ ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ કર્યું હતું, જેમાં અજય દેવગન જોવા મળ્યો હતો. હવે આખરે નિર્માતાઓએ ચાહકોનો ઉત્સાહ વધારવા માટે ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કર્યું છે. ટીઝરમાં અજય દેવગન અને તબ્બુની દમદાર ઝલક જોવા મળી હતી.
'શૈતાન' અને 'મેદાન' જેવી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનય પછી અજય દેવગન હવે નવી ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે, જેનું ટીઝર અભિનેતાએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં તબ્બુ અને અજય દેવગનની જોડી ફરી એકવાર સાથે જોવા મળવાની છે, જેને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મનું નામ 'ઓરોં મેં કહાં દમ થા' છે, જેનું ટીઝર પણ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.
ઇલલીગલ સીજન 3
અભિનેત્રી નેહા શર્માની વેબ સિરીઝ 'ઈલલીગલ સીઝન 3' તાજેતરમાં જ રીલિઝ થઈ છે. આ કોર્ટરૂમ ડ્રામાની બે સીઝન દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. આ સીરિઝમાં નેહા શર્મા એક વકીલની દમદાર ભૂમિકામાં જોવા મળી હતી. નેહા અને પીયૂષ મિશ્રા જેવા અનુભવી કલાકારોને ચમકાવતી આ શ્રેણીને દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે.જીઓ સિનેમા પર આ કોર્ટરૂમ ડ્રામા સીરિઝ બિલકુલ ફ્રી જોઈ શકો છો.
ક્રિમિનલ જસ્ટિસ
અભિનેતા પંકજ ત્રિપાઠીની વેબ સિરીઝ ક્રિમિનલ જસ્ટિસની ત્રણ સીઝન રિલીઝ થઈ ગઈ છે. હોટસ્ટારની આ કોર્ટરૂમ ડ્રામા સિરીઝને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ક્રિમિનલ જસ્ટિસમાં પંકજ ત્રિપાઠી વકીલની ભૂમિકામાં દેખાયા છે. આ શો જબરદસ્ત સસ્પેન્સથી ભરેલો છે. રોહન સિપ્પી દ્વારા નિર્દેશિત આ રસપ્રદ વેબ સિરીઝ ઓટીટી પ્લેટફોર્મ પર જોઈ શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં ભગવાન કૃષ્ણ-રુક્મિણીના લગ્નોત્સવની તૈયારીઓ
April 05, 2025 11:54 AMજામનગરમાં વધુ એક શખ્સ પાસા હેઠળ જેલમાં ધકેલાયો
April 05, 2025 11:49 AMશ્રીનાથજી દાદા દાણીધારધામ ખાતે મંગળવારે વિષ્ણુ યજ્ઞ
April 05, 2025 11:46 AMદેવભૂમિ દ્વારકા જિલ્લા સ્વાગત કાર્યક્રમ 24 એપ્રિલના રોજ યોજાશે
April 05, 2025 11:44 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech