શહેરમાં લુખ્ખાઓ અને પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ છાસવારે લુખ્ખાગીરીના બનાવ બની રહ્યા છે. થોડા દિવસ પૂર્વે ચંદ્રેશનગર મેઈન રોડ પર વેપારીને ધમકાવી માર મારી વેફરના પડીકા પડાવી લીધા હતા. ત્યારે વધુ એક આવી ઘટના સામે આવી છે શહેરના બજરંગવાડી સર્કલ પાસે આવેલી ગોલાની દુકાને ધસી આવેલો શખસે ગોલાનો ઓર્ડર આપી વેપારીએ પૈસા માંગતા પૈસા દેવાની ના કહી દુકાનમાં તોડફોડ કરી હતી. બાદમાં આ શખસે ધમકી આપી હતી કે, તું હવે ધંધો કેમ કરે છે તે હત્પં જોઈ લઈશ આ અંગે ગોલાના ધંધાર્થીની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા મોચીનગર ૬ શેરી નંબર ૭૮ ના ખૂણે રહેતા શાહિદ અશરફભાઈ ડોસાણી(ઉ.વ ૨૬) દ્રારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં બજરંગવાડી પાસે આવેલા પુનિતનગરમાં રહેતા બીટુ ગઢવીનું નામ આપ્યું છે. શાહિદભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને બજરંગવાડી સર્કલ પાસે સાહેબ ગોલા નામની દુકાન આવેલી છે. ગઈકાલ રાત્રિના એકાદ વાગ્યા આસપાસ તે પોતાની દુકાને હતા ત્યારે બીટુ ગઢવી કાળા કલરની કાર લઇ અહીં આવ્યો હતો અને તેણે બે ગોલાનો પાર્સલનો ઓર્ડર આપ્યો હતો. જેથી શાહિદભાઈ તેમની પાસેથી પૈસા માંગતા તેણે પૈસા આપવાની ના કહી દીધી હતી અને ઉશ્કેરાઈ જઇ ગાળો આપવા લાગ્યો હતો. જેથી શાહિદે કહ્યું હતું કે બીજા ગ્રાહકો અહીં ઊભા છે ગાળો ન બોલો આ સાંભળી બીટુ ગઢવી વધુ ઉશ્કેરાયો હતો અને દુકાન બહાર રાખેલ ખાંડની ચાસણીની બે બોટલ ફોડી નુકસાન કયુ હતું અને જતા જતા ધમકી આપી હતી કે, તું હવે કેમ ધંધો કરે છે. બાદમાં આ અંગે શાહિદભાઈએ પોલીસને જાણ કરી દેતા પોલીસ અહીં આવી હતી.તે પૂર્વે બીટુ ગઢવી અહીંથી નાસી ગયો હતો ત્યારબાદ પોલીસ સ્ટેશન જઈ આ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૨૯૪, ૫૦૬(૨), અને ૪૨૭ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech