ઋષિ કશ્યપે પારિજાત સાથે મંદારને મિક્સ કરીને કોવિદાર બનાવ્યું હોવાની ધારણા, હાલમાં હિમાલયના દક્ષિણ, પૂર્વ ભાગમાં અને આસામ પ્રદેશમાં દેખાય છે આ વૃક્ષ
દરેક દેશ પાસે પોતાના બંધારણ ઉપરાંત સૌથી મહત્વની વસ્તુ હોય છે તેનો ધ્વજ. નેશનલ ફ્લેમાં દરેક વસ્તુ એવી હોય છે જે દેશની ખાસિયત દર્શાવે છે. કંઈક એવુ જ અયોધ્યાના સમયે પણ રહ્યુ હશે. એ સમયે અયોધ્યાનો પણ એક ધ્વજ જોવા મળતો હતો. સૂર્યવંશી કુળ હોવાને કારણે એ ફ્લેગ પર સૂર્ય અંકિત હતો. સાથે જ કોવિદાર વૃક્ષ પણ ધ્વજમાં અંકિત થયેલુ હતુ. શક્ય છે કે કંઈક એવો જ ધ્વજ રામ મંદિર પર પણ લહેરાતો જોવા મળે.
રિપોર્ટ્સ મુજબ કોવિદાર વૃક્ષ અને સૂર્યથી અંકિત આ ધ્વજ રીવામાં તૈયાર થયો છે. તેની ડિઝાઈન પર શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના સદસ્યોની પરવાનગી લેવામાં આવી હતી અને લાંબા સમયથી તેના પર કામ થતુ રહ્યુ છે. હાલમાં આ ધ્વજ કઈ સાઈઝનો હશે તે સ્પષ્ટ નથી થયુ. પરંતુ કોવિદાર વૃક્ષ ઘણુ ચર્ચામાં છે.
વૈજ્ઞાનિકો માટે બનેલી યુરોપિયન સોશિયલ નેટવર્કિંગ સાઈટ રિસર્ચ ગેટમાં પણ તેના પર રિસર્ચ નિબંધ બનેલો છે. પ્લાન્ટ એન્ડ એનિમલ ડાયવર્સિટી ઈન વાલ્મિકી રામાયણ નામથી પ્રકાશિત રિસર્ચમાં રામના વનવાસ દરમિયાન પણ અનેક વૃક્ષોનો ઉલ્લેખ જોવા મળે છે. તેની સુંદરતા અને ઔષધિય ગુણોને કારણે તેને રાજવૃક્ષ ગણવામાં આવતુ હતુ. જો કે એ ક્યાંય સ્પષ્ટ નથી થયુ કે ધ્વજને કોણે ડિઝાઈન કર્યો હતો અને આ કોવિદાર વૃક્ષ તેમા ક્યારે લાગ્યુ.
કોવિદારનું વૈજ્ઞાનિક નામ બૉહિનિયા વેરિએગેટા છે. આ કચનાર શ્રેણીનું વૃક્ષ છે. સંસ્કૃતમાં તેને કાંચનાર અને કોવિદર કહેવામાં આવે છે. કોવિદરની ઉંચાઈ ૧૫થી ૨૫ મીટર હોય છે. તે ઘટાદાર અને ફુલોથી ભરેલુ હોય છે. તેના ફુલ જાંબલી રંગના હોય છે. જે કચનારના ફુલથી થોડા વધુ ઘાટા હોય છે. તેના પાંદડા ઘણા અલગ હોય છે. તે વચ્ચેથી કપાયેલા હોય છે. તેના ફુલ, પાંદડા અને ઘટાઓમાંથી પણ આછી સુગંધ આવતી હોય છે. જો કે આ તેની સુગંધ ગુલાબ જેટલી તીવ્ર નથી હોતી. કોવિદારની પ્રજાતિના જેવા ઝાડ આજે પણ હિમાલયના દક્ષિણ, પૂર્વ ભાગમાં તેમજ દક્ષિણ ભારતમાં જોવા મળે છે. ઈન્ડિયા બાયોડાયવર્સિટી પોર્ટલ અનુસાર કોવિદાર આજે પણ અસમના દૂરદૂરના વિસ્તારોમાં મળે છે. જાન્યુઆરીથી માર્ચ વચ્ચે તેમા ફુલો આવે છે. જ્યારે માર્ચ થી મે દરમિયાન તેમા ફળ આવવાની શરૂઆત થાય છે.
કોવિદાર વૃક્ષનો રામાયણમાં પણ છે ઉલ્લેખ
વાલ્મિકી રામાયણના અયોધ્યા કાંડમાં વારંવાર તેનો ઉલ્લેખ જોવા મળે છે. જેવી રીતે રામ વનમાં ગયા બાદ ભરત તેમને મનાવવા માટે લાવ લશ્કર સાથે જંગલમાં જવા નીકળી પડે છે. જ્યાં શ્રીરામ ભારદ્વાજ મુનિના આશ્રમમાં હતા. એ સમયે જંગલમાં ઘોડાઓના અવાજ સાંભળી લક્ષ્મણને કોઈ સેના દ્વારા હુમલાની આશંકા થઈ. પરંતુ જ્યારે તેમણે કોઈ પર્વતની ઉંચાઈ પર જઈને જોયુ તો સામેથી આવી રહેલા રથ પર લગાવેલા ઝંડામાં રહેલા કોવિદારને જોઈને સમજી ગયા કે અયોધ્યાથી લોકો આવ્યા છે. જો પૌરાણિક માન્યતાને સાઈન્સ સાથે જોડીને જોવામાં આવે તો કોવિદાર કદાચ વિશ્વનું પહેલો હાઈબ્રીડ પ્લાન્ટ હશે. ઋષિ કશ્યપે પારિજાત સાથે મંદારને મિક્સ કરી તેને તૈયાર કર્યુ હોવાની ધારણા છે. બંને ઝાડનું આયુર્વેદમાં ઘણુ મહત્વ સૂચવવામાં આવ્યુ છે. આ બંનેના સંકરથી બનેલુ ઝાડ સ્વાભાવિક છે એટલુ જ અલગ હોવાનુ જ.
એક ખાસ ઔષધી તરીકે ઉપયોગી છે આ વૃક્ષ
આયુર્વેદમાં તેના સત્વનો ઉપયોગ સ્કિનની બીમારીઓ અને અલ્સરમાં થાય છે. તેની છાલનો રસ પેટની બીમારીઓને દુરસ્ત કરવામાં ઘણો ઉપયોગી ગણાય છે. તેના મૂળ વિશે એવુ કહેવાય છે કે નાગ કરડ્યો હોય તો પણ તેનાથી સારવાર થઈ શકે છે. આ વાતો ફાર્મા સાઈન્સ મોનિટરના પહેલા ઈશ્યુમાં બતાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech