રાખી સાવંતને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે અને તેને આગામી ચાર અઠવાડિયામાં ટ્રાયલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરવાનો આદેશ પણ આપ્યો છે. રાખી પર તેના પૂર્વ પતિ આદિલ દુરાનીએ અંગત અને અશ્લીલ વીડિયો લીક કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સિવાય રાખીએ ઘણા ઈન્ટરવ્યુમાં આદિલ અને તેના અંગત જીવન વિશે પણ ખુલાસો કર્યો હતો. તેણે વિશ્વાસઘાત અંગે પોલીસમાં ફરિયાદ પણ કરી હતી.
આદિલ દુર્રાનીની ફરિયાદ બાદ બોમ્બે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. પરંતુ અભિનેત્રીએ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો અને આગોતરા જામીનની માંગણી કરી હતી. હવે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે અભિનેત્રીએ આગામી 4 અઠવાડિયામાં આત્મસમર્પણ કરવું પડશે.
રાખી સાવંત અને આદિલ દુર્રાની વર્ષ 2022 થી 2023 ની શરૂઆત સુધી એકબીજા સાથે રહેતા હતા. બંને ઘણી ઈવેન્ટ્સ અને પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા હતા. એરપોર્ટ પર રોમેન્ટિક પ્રપોઝલ, હીરાની વીંટી, મોંઘી કાર જેવી ભેટો પણ આપવામાં આવી હતી. પરંતુ અચાનક જ બધુ ખોરવાઈ ગયું જ્યારે રાખી સાવંત આદિલની ફરિયાદ કરવા મુંબઈ પોલીસ સ્ટેશન પહોંચી. અભિનેત્રીએ આદિલ પર તેના પૈસાનો ઉપયોગ, લગ્ન પછી તેને છુપાવવા, અન્ય છોકરીઓ સાથે અફેર રાખવા, તેની પૂર્વ પ્રેમિકા પર બળાત્કાર જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. આ દરમિયાન આદિલના ઘણા અંગત વીડિયો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા હતા.
આ પ્રાઈવેટ વીડિયો વાયરલ થયા બાદ આદિલે બોમ્બે હાઈકોર્ટમાં જઈને રાખી વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જો કે અભિનેત્રીએ આ વીડિયો શેર કરવાના સમાચારને ખોટા ગણાવ્યા છે. હવે મામલો કોર્ટમાં છે અને રાહ છે કે રાખી સરેન્ડર કરે છે કે નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech