જામનગરના ગાંધીનગર રોડ પર ગોળાઇ પાસે કપડા લેવાના મામલે ડખ્ખો થયો હતો જેમાં એક યુવાનને છરી અને ઢીકાપાટુ વડે ઇજા પહોચાડી ધમકી દીધાની ૩ શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના બેડેશ્ર્વર કાંતી ઓઇલ મીલ પાછળ રહેતા, મજુરી કામ કરતા રમઝાન ઉર્ફે અસલમભાઇ અકબરભાઇ ખુરેશી (ઉ.વ.૪૩)એ ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં જામનગરના વનરાજસિંહ વાળા અને બે અજાણ્યા ઇસમો સામે માર મારીને ધમકી દીધાની ફરીયાદ નોંધાવી હતી.
રમઝાન ઇદના તહેવારમાં બે જોડી કપડા લઇ આપવાનું કહયુ હતું અને એ પછી જણાવેલ સ્થળે કપડા લેવા જતા અવાર નવાર ફોન કરતા હોય જે ફોન ઉપાડેલ નહી અને બાદમાં આરોપી વનરાજે ફરીયાદીને ફોન કરી જેમ તેમ અપશબ્દો બોલી અને ફરીયાદીને ગાંધીનગર રોડ ગોળાઇ પાસે બોલાવી ગાળો આપી, આરોપી વનરાજસિંહએ છરી કાઢીને હુમલો કરી દઇ ફરીયાદીને ગાલના ભાગે ઘા ઝીંકી દીધો હતો તેમજ એક અજાણ્યા ઇસમે તેની પાસે રહેલી છરી વડે એક ઘા ફરીયાદી રમઝાનભાઇને પેટના ભાગે મારતા તેઓ પડી ગયા હતા અને એક અજાણ્યા શખ્સે ઢીકાપાટુનો માર માર્યો હતો.
ફરીયાદીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્રણેય આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી, ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગેની તપાસ પીએસઆઇ રાજ ચલાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech