POKમાં સ્થિતિ નિયંત્રણ બહાર થઇ, એક પોલીસકર્મીનું મોત, 100થી વધુ થયા ઘાયલ
PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)માં વીજળીના વધતા ભાવ અને ભારે ટેક્સનો સામનો કરી રહેલા નાગરિકોએ શુક્રવારે મોંઘવારી સામે પાકિસ્તાનના PoKમાં વિરોધ શરૂ કર્યો. જે શનિવારે હિંસક બની ગયો. અધિકારીઓએ જણાવ્યું કે અવામી એક્શન કમિટી (AAC) એ શનિવારે સમગ્ર વિસ્તારમાં ચક્કા જામ અને હડતાલની જાહેરાત કરી હતી. જે દરમિયાન પોલીસ અને AAC વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેમાં છાતીમાં ગોળી વાગવાથી એક પોલીસ અધિકારીનું મોત થયું હતું અને 90થી વધુ પોલીસ અધિકારીઓ અને દેખાવકારો સામેલ હતા.
હકીકતમાં, વધતી મોંઘવારીને કારણે અવામી એક્શન કમિટીએ પીઓકેમાં વિરોધ, લોંગ માર્ચ અને ચક્કા જામની જાહેરાત કરી હતી, જે બીજા દિવસે હિંસક બની હતી. પાકિસ્તાની મીડિયા અનુસાર, મીરપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) કામરાન અલીએ જણાવ્યું કે, ઈસ્લામગઢ શહેરમાં છાતીમાં ગોળી વાગવાથી તેનું મોત થઈ ગયું.
રાજ્યમાં વિરોધ પ્રદર્શન અને ચક્કા જામના એલાનને કારણે બજારો, ઓફિસો, શાળાઓ અને રેસ્ટોરાં બંધ રહ્યા હતા. વિરોધ દરમિયાન ભીંબર, મીરપુર અને કોટલી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ મુઝફ્ફરાબાદ તરફ કૂચ કરી હતી. તમને જણાવી દઈએ કે, આ વિરોધ ત્યારે હિંસક બની ગયો જ્યારે ઇસ્લામ ગઢ પાસે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
પ્રદર્શનકારીઓનો રસ્તો રોકવા માટે પોલીસ તૈનાત કરવામાં આવી હતી, જેના પર પોલીસે માહિતી આપી અને કહ્યું કે પ્રદર્શનકારીઓએ તૈનાત પોલીસ પર ગોળીબાર કર્યો, જેના કારણે મીરપુરના સબ-ઇન્સ્પેક્ટર અદનાન કુરેશીને છાતીમાં ગોળી વાગી. હોસ્પિટલમાં લઈ જવાયા બાદ પોલીસકર્મીનું મોત થયું હતું, જ્યારે ત્રણ દેખાવકારો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
કોટલીમાં વિરોધ અને રોષે ભરાયેલા ટોળાને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારામાં ઘણા પોલીસકર્મીઓ અને પ્રદર્શનકારીઓ પણ ઘાયલ થયા હતા. હિંસક પ્રદર્શનકારીઓએ પૂંચ-કોટલી રોડ પર મેજિસ્ટ્રેટની કાર સહિત અનેક વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. હિંસાની ઘટનાઓ પછી, પોલીસે પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી શરૂ કરી અને પીઓકેમાં ડઝનેક લોકોની ધરપકડ કરી છે. શુક્રવારે પથ્થરમારો અને અથડામણમાં 11 પોલીસકર્મીઓ સહિત 40 થી વધુ લોકો ઘાયલ થયા હતા. PoK સરકારે AAC વિરોધને પગલે તમામ જિલ્લામાં ઉજવણી, રેલી અને સરઘસ પર પ્રતિબંધ મૂક્યો હતો અને સમગ્ર પ્રદેશમાં કલમ 144 લાગુ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસલાયાઃ વેપારીઓએ ખોટા-ફ્રોડ કોલથી ચેતવું
April 19, 2025 12:49 PMમુરલીધરને સૂકા મેવાનો મનોરથ અર્પણ
April 19, 2025 12:44 PMદ્વારકા નગરીમાં ભવ્ય શોભાયાત્રા: ભક્તો ઉમટ્યા
April 19, 2025 12:39 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech