એક તરફ રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા માટે દેશભરમાં ઉત્સાહ અને હરખ છવાયો છે. ત્યા આ મુદ્દે રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મોટાભાગના રાજકીય પક્ષો રામ મંદિર મુદ્દે ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે. વાસ્તવમાં ધાર્મિક આયોજન ન હોવાનું કહી રહ્યા છે. ત્યારે કોંગ્રેસે ફરી એકવાર અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમને ભાજપનો રાજકીય કાર્યક્રમ ગણાવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે ભાજપ પર રામમંદિર મુદ્દે અનેક સવાલો ઉઠાવી આકરા પ્રહારો કર્યા હતા.
આ પ્રેસ કોન્ફરન્સમાં પવન ખેડાએ જણાવ્યું હતું કે, જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાપન થાય ત્યારે તેના માટે વિધિ હોય, શું આ કાર્યક્રમ ધાર્મિક છે? જો આ કાર્યક્રમ ધાર્મિક હોય તો કયા વિધિ વિધાન મુજબ કે પરંપરા મુજબ કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે? જો આ કાર્યક્રમ ધાર્મિક હોય તો શું આ કાર્યક્રમનું સ્વરૂપ આપણા ચાર પીઠના શંકરાચાર્યની સલાહ અને દેખરેખથી નક્કી કરવામાં આવ્યું છે? આવા સવાલો ઉઠાવી તેમણે કહ્યું કે ચારેય શંકરાચાર્યોએ કહ્યું છે કે અધૂરા મંદિરનું પ્રાણપ્રતિષ્ઠાપન થઇ શકે નહીં. એટલે આ કાર્યયક્રમ ઘાર્મિક નથી તો આ કાર્યક્રમ રાજકીય છે. વાસ્તવમાં ચારેય શંકરાચાર્યોએ કહ્યું છે કે તેઓ અયોધ્યામાં આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ નહીં લે. કેમ કે, પ્રાણપ્રતિષ્ઠા નિયમો કે વિધિવિધાન અનુસાર ન થવાને કારણે તેઓ આ મહોત્સવમાં ભાગ લેવાના નથી.
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ એમ પણ કહ્યું હતું કે ભગવાન અને મારી વચ્ચે કોઈ વચેટિયા ન હોઈ શકે. પ્રાણ પ્રતિષ્ઠા માટેની તારીખ કયા પંચાંગમાંથી તૈયાર કરવામાં આવી છે? એ વેધક સવાલ ઉઠાવી કહ્યું હતું કે ચૂંટણીનું નિરીક્ષણ કર્યા બાદ રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તારીખ પસંદ કરવામાં આવી છે. રાજકીય તમાશા ખાતર આપણે એક માણસને ભગવાન સાથે રમતા જોઈ શકતા નથી. તેમજ તેમણે કહ્યું કે રાજકીય કાર્યક્રમમાં રાજકીય પક્ષના કાર્યકરો મારા અને ભગવાન વચ્ચે વચેટિયા તરીકે કામ કરે તે સહન કરવામાં નહીં આવે.
પ્રેસ કોન્ફરન્સમાં પવન ખેડાએ કહ્યું કે, પ્રાણપ્રતિષ્ઠામાં વીવીઆઈપીની એન્ટ્રી કરનારું ભાજપ કોણ છે તેમ કહી ભાજપ હવે ધર્મના ક્ષેત્રમાં પણ આવી રહ્યું છે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં શંકરાયાર્ય નહીં જાય. કેમ કે, આ એક રાજકીય ઘટના છે. આ ધાર્મિક પ્રસંગ નથી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસ પ્રવકતા પવન ખેડાએ રામલલાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંગે ભાજપને આડે હાથ લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech