અયોધ્યામાં રામ મંદિરમાં ગઈકાલે બપોરે ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થઈ ત્યારે સમગ્ર દેશમાં ૧ર:૩૯ મિનિટે જય શ્રીરામના નાદ સાથે રામભકતોએ ખુશી વ્યકત કરી હતી. જામનગર સહિત સમગ્ર હાલારમાં રામ લલ્લાના વધારમણાં કરવા માટે અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતાં, વિશ્ર્વ વિખ્યાત બાલા હનુમાનજી મંદિરમાં ભગવાન શ્રીરામ-હનુમાનના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. પંચેશ્ર્વર ટાવર પાસેના રામ મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અયોધ્યા નગરીમાં ૧૧ હજાર દીપ પ્રાગટ્ય કરાયું હતું. ઠેર-ઠેર રામધૂન, સમૂહ પ્રસાદ, અન્નકોટ દર્શન, રંગોળી, દીપમાળા, મહાઆરતી, હનુમાન ચાલીસા, સુંદરકાંડ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. હાલારમાં ભગવાન શ્રીરામની શોભાયાત્રી નીકળી હતી અને ભકતોએ રામનો જયઘોષ બોલાવ્યો હતો.
ગઈકાલે સવારથી જ સમગ્ર જામનગર અને હાલાર રામમયી બની ગયું હોય તેવો માહોલ હતો. ઠેર-ઠેર ભગવાન શ્રીરામના ધ્વજ લગાવાયા હતાં. આણદાબાવા સંસ્થામાં પૂ. દેવપ્રસાદજી મહારાજની નિશ્રામાં સુંદરકાંડ પાઠ, હનુમાન ચાલીસા, રામધૂન અને આરતી થઈ હતી. લોહાણા મહાજનની વાડી (પંચેશ્ર્વર ટાવર) ખાતે પ્રમુખ જીતુભાઈ લાલની આગેવાનીમાં અખંડ રામધૂન સહિતના વિવિધ કાર્યક્રમો થયાં હતાં.
કચ્છી ભાનુશાળા મહાજન સરોવર ટ્રસ્ટ દ્વારા વિશાળ શોભાયાત્રા નીકળી હતી જેમાં ૧૦૧ બાળકોએ વેષભૂષા ધારણ કરી હતી જ્યારે અયોધ્યાનગર વિસ્તારમાં ૧૧ હજાર દીવડા પ્રગટાવવામાં આવ્યા હતાં. દર્શન ગૌશાળા, બ્રીલીયન્ટ શાળા દ્વારા લાલ બંગલાથી લીમડાલેન સુધી શોભાયાત્રી નીકળી હતી. સિંધી સમાજના ઈષ્ટદેવ ઝુલેલાલ ભગવાનના મંદિર દ્વારા સાંજે ૧પ૧ દીવાનું પ્રાગટ્ય, આરતી, રામધૂન અને સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીની રામ વંદના કરતી ૧ર બાય બારની વિશાળ રંગોળી એમ.પી. શાહ કૉલેજમાં કરવામાં આવી હતી.
ભાણવડ, લાલપુર, ફલ્લા, કાલાવડ, સલાયા, જામજોધપુર, દ્વારકા અને ધ્રોલ-જોડિયા સહિતના ગામોમાં ભગવાન શ્રીરામ મહોત્સવને લોકોએ વધાવ્યો. ઠેરઠેર સંતવાણી, લોકડાયરો, મહાપ્રસાદ યોજાયા હતાં. ખંભાળિયા પણ રામમયી બન્યું હતું. મહાપ્રભુજીની બેઠકથી વિશાળ બાઈક રેલી નીકળી હતી જે શારદા સિનેમા, રેલવે સ્ટેશન રોડ થઈ નગર ગેઈટ પાસે રામમંદિરે પૂરી થઈ હતી. જ્યારે દ્વારકા પણ રામમય બન્યું હતું. ડીજેના તાલ સાથે ભવ્ય શોભાયાત્રી નીકળી હતી, જગત મંદિરને શણગારવામાં આવ્યું હતું. હરીનામ સંકીર્તન મંદિરમાં શોભાયાત્રી નીકળી હતી.
જામનગરમાં ઠેરઠેર આતશાજીનો કાર્યક્રમ યોજાયો હતો, લોકોએ દુકાન-ઘરને શણગાર કર્યો હતો, આકર્ષક રંગોળી બધાનું ધ્યાન ખેંચે એવી હતી, જાણે દિવાળી જેવો માહોલ જામનગરમાં દેખાતો હતો. રામ ભકતોએ જયશ્રીરામના ગગનભેદી નાદ લગાવ્યા હતાં અને ટીવી ઉપર પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જોયો હતો. સાંજના ભાગમાં સંસ્થાઓ, જ્ઞાતિ મંડળો તથા અન્ય લોકોએ દીપ માળા તથા અન્ય કાર્યક્રમો કર્યા હતાં અને મોડી રાત સુધી જામનગરની બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. આમ જામનગર સહિત સમગ્ર હાલાર રામલલ્લાના રંગે રંગાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech