રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ જામનગરની મુલાકાતે, એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓને પ્રશંસા પત્ર આપી સન્માનિત કર્યા...
રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ આજે જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા. વાર્ષિક ઇન્સ્પેક્શનની કામગીરીના પગલે આજે સાંજે જામનગર જિલ્લા પોલીસવડા કચેરી ખાતે રેન્જ આઈ.જી.નું આગમન થતાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
જામનગર જિલ્લાની વાર્ષિક ઇન્સ્પેક્શનની કામગીરીના પગલે આજે રાજકોટથી ખાસ રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ જામનગર જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. જ્યારે જામનગર જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે SP પ્રેમસુખ ડેલુ સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અને પુષ્પગુચ્છ આપી રેન્જ આઇ.જી.નું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે શહેર અને જિલ્લામાં ક્રાઈમની પરિસ્થિતિ અંગે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તાજેતરની જ ચૂંટણીમાં તેમજ વિવિધ પોલીસ સ્ટેશનમાં ડિટેકશનમાં સારી કામગીરી બજવનારા જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના 50 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓનું રાજકોટ રેન્જ આઈ.જી.ના હસ્તે પ્રસંશાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન રાજકોટ રેન્જ આઇ.જી દ્વારા જામનગર શહેર અને જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લેવામાં આવશે. આ ઉપરાંત પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ મુલાકાત લેવામા આવશે અને ત્યાં ચાલતી કામગીરીનું નિદર્શન રાજકોટ રેન્જ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત હાલ વેકેશનનો સમય ચાલતો હોય ત્યારે પોલીસ હેડક્વાર્ટર ખાતે ચાલતી વિવિધ વેકેશન એક્ટિવિટીનું પણ રાજકોટ રેન્જ આઈ.જી. દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમાલની છે આ સિસ્ટમ: જો ટિકિટ કન્ફર્મ ન થઈ, તો મળશે ૩ ગણું રિફંડ?
June 08, 2025 08:26 PMગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech