ધ્રોલ ગામમાં પોષણ માસ નિમિત્તે બાળકો માટે પોષણ કેમ્પનું આયોજન કરાયું
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ- ગાંધીનગર, નિયામક આયુષની કચેરી- ગાંધીનગર, વિભાગીય નાયબ નિયામકની કચેરી- રાજકોટ તથા જિલ્લા આયુર્વેદ અધિકારી - જામનગરના માર્ગદર્શન અનુસાર આયુષ્માન આરોગ્ય મંદિર- મોટા ઈટાળા તાલુકા ધ્રોલ દ્વારા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોષણ માસ- 2024 ની ઉજવણીના ભાગરૂપે ધી ઇનીવેટીવ સ્કૂલ- ધ્રોલ ખાતે યોજાયેલા પોષણ કેમ્પમાં બાળકોની આરોગ્ય તપાસણી કરીને તેમને પોષણવર્ધક આયુર્વેદિક દવાઓનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
તેમજ વિદ્યાર્થીઓને પોષણના મહત્વ અંગે વિસ્તૃત સમજ આપતું વક્તવ્ય આપવામાં આવ્યું હતું. પોષણ માસ 2024 ને લગત માહિતીલક્ષી બેનરનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમજ કુપોષણ નિવારણ માટેની પરેજી અંગેની માહિતી દર્શાવતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હાજર સર્વેને રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમ જિલ્લા આયુર્વેદ અધિકારી, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબેટ-દ્વારકા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ
April 05, 2025 12:41 PMકાલે રામનવમી: દ્વારકાધીશ મંદિરે વિશેષ આયોજન
April 05, 2025 12:38 PMવડાળા પાટીયા પાસે ઓટો રીક્ષા પલ્ટી ખાતા આઠને ઇજા
April 05, 2025 12:36 PMઅટલ ભવન ખાતે જિલ્લા અઘ્યક્ષ ડો. વિનોદ ભંડેરીની અઘ્યક્ષતામાં પ્રથમ જિલ્લા બેઠક
April 05, 2025 12:17 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech