ઓબીસી આરક્ષણને અસર કર્યા વગર મરાઠાઓને આપવામાં આવશે ક્વોટા : સરકારે આપી ખાતરી
મહારાષ્ટ્રે મરાઠા આરક્ષણને લઈને મોટો નિર્ણય લીધો છે. શિંદે સરકારે ૧૦% અનામત આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. શિંદે સરકાર મરાઠા સમુદાયને નોકરી અને શિક્ષણમાં ૧૦%અનામત આપશે. કેબિનેટે રાજ્યમાં પછાત વર્ગ આયોગ દ્વારા આપવામાં આવેલા અહેવાલને મંજૂરી આપી દીધી છે. સરકારે ખાતરી આપી છે કે અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના આરક્ષણને અસર કર્યા વિના મરાઠાઓને ક્વોટા આપવામાં આવશે. મરાઠા સમુદાય લાંબા સમયથી અનામતની માંગ કરી રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે આજે વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ બિલ સાંજ સુધીમાં વિધાનસભામાં પણ પસાર થઈ શકે છે.
વિશેષ સત્ર પહેલા એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં પછાત વર્ગ આયોગના અહેવાલને મંજૂરી આપવામાં આવી હતી. આના થોડા સમય બાદ એકનાથ શિંદેએ વિધાનસભા સત્રમાં મરાઠા આરક્ષણ પર વાત કરી હતી. પછાત વર્ગ આયોગના અહેવાલમાં પણ મરાઠા સમુદાય પછાત હોવાનું જણાવાયું છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એવા અસાધારણ સંજોગો છે જેમાં ૫૦%થી વધુ અનામતની જરૂર હોય છે.
મનોજ જરાંગે પાટીલ અનામતની માંગ સાથે ભૂખ હડતાળ પર છે. તેમણે સરકારને આજ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. જો કે, મહારાષ્ટ્ર સરકારને ઓબીસીને નારાજ ન થવા દેવાનો અલગ પડકાર છે. ઘણા ઓબીસી નેતાઓ અને સંગઠનો ઓબીસી ક્વોટામાં મરાઠાઓને સામેલ કરવાનો વિરોધ કરી રહ્યા છે. સરકારમાં મંત્રી છગન ભુજબળે તેને પાછલા બારણે ઓબીસી આરક્ષણમાં મરાઠાઓનો પ્રવેશ ગણાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech