રિયાલીટી શો બિગ બોસ તેની દરેક સિઝન વખતે ખૂબ જ ચર્ચામાં રહેતું હોય છે. ત્યારે બિગ બોસની આ સિઝન પણ એટલી જ ચર્ચામાં છે અને ઝડપભેર આગળ પણ વધી રહી છે. હવે થોડા સમયમાં શોની ફિનાલે પણ થવાની છે. ત્યારે મેકર્સ અને સ્પર્ધકો બંને ગેમને લઈને ખૂબ જ ગંભીર થઈ ગયા છે. હાલમાં જ શોમાં ડબલ ઇવિક્શન પણ જોવા મળ્યું હતું.
બિગ બોસના વિકેન્ડ કા વારમાં માટે સલમાન ખાન કોના પર નિશાન સાધશે તે માટે એક અલગ જ પ્રકારે આતુરતા રહેતી હોય છે. જો કે આ શો માં સલમાન ખાને વિકેન્ડ કા વારમાં સૌથી પહેલા રિંકુ ધવન ત્યાર બાદ નીલ ભટ્ટને ઘરનો દરવાજો બતાવી દીધો હતો. ગત સપ્તાહ ઐશ્વર્યા શર્માને પણ શોમાંથી એક્ઝિટ આપવામાં આવી હતી. ત્યારે બિગ બોસ 17માંથી બહાર આવ્યા બાદ નીલ ભટ્ટે ઘરની અંદરની ઘણી વાતો શેર કરી છે.
નીલે બિગ બોસના ઘરની વાતો શેર કરતી વેળા આ સ્પર્ધાના સૌથી મજબૂત ખેલાડીનું નામ પણ જાહેર કર્યુ હતું. એક વાતચીત દરમિયાન નીલ ભટ્ટે વિજેતા વિશે જણાવ્યું હતું કે, બિગ બોસ 17ના સૌથી મજબૂત ખેલાડીઓ મુનાવર ફારુકી અને અભિષેક કુમાર છે. નીલે કહ્યું કે, આ બંનેમાંથી કોઈ એક બિગ બોસ 17ની ટ્રોફી ઉપાડી શકે છે, પરંતુ બંનેએ પોતાની રમતમાં સુધારો કરવો પડશે.
મુનાવર ફારુકી બિગ બોસ 17માં આયેશા ખાનને લઈને સતત ચર્ચામાં છે. તો આ તરફ અભિષેક કુમાર, ઈશા માલવીયા અને સમર્થ જુરેલ સાથેની લડાઈ શોની ખાસિયત રહી છે. નીલ ભટ્ટને લાગે છે કે જો મુનાવર ફારુકી અને અભિષેક કુમાર તેમની રમતને યોગ્ય બનાવે અને સાચા ટ્રેક પર પરત ફરે તો તેઓ વિજેતા બની શકે છે. બિગબોસની ટ્રોફી કોણ પોતાના નામે કરશે એ બાબતે નીલે તો સ્પષ્ટ કરી દીધી છે. હવે આ વાત કેટલી સાચી ઠરે છે તે આવનારો સમય કહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMSBIએ ATM વિડ્રોલના નિયમો બદલ્યા, હવે વધુ ટ્રાન્ઝેક્શન પર ચૂકવવા પડશે આટલા રૂપિયા
April 08, 2025 10:30 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech