સબસિડીવાળા ચોખા ૫ કિલો અને ૧૦ કિલોના પેકમાં મળશે ; ગોવિંદભોગ, તુલાઈપંજી, કટારીભોગ, રાધુનીપગલ, કલોનુનિયા, કાલા નમક સહિતની જાતોના ચોખાનું કરાશે વર્ગીકરણ
બજેટ બાદ સામાન્ય માણસ માટે એક સારા સમાચાર છે. હવે ટૂંક સમયમાં જ લોકોને સસ્તા ચોખા મળશે. દેશમાં ખાદ્યપદાર્થોના ભાવમાં થઈ રહેલા વધારાને નિયંત્રિત કરવા માટે, સરકાર દ્વારા ભારત બ્રાન્ડ હેઠળ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરવાની યોજના બનાવવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં ચોખાના છૂટક ભાવમાં ૧૫%નો વધારો જોવા મળ્યો છે.
સરકાર આ મહિનામાં જ એટલે કે ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં ભારત ચોખાનું વેચાણ શરૂ કરી શકે છે. ગ્રાહકોને રાહત આપવા માટે સરકાર ૨૯ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ભારતીય ચોખા બજારમાં ઉતારશે. સબસિડીવાળા ચોખા ૫ કિલો અને ૧૦ કિલોના પેકમાં ઉપલબ્ધ થશે. આ ઉપરાંત કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે એક સૂચના બહાર પડી છે કે સરકાર હવે બિન-બાસમતી સુગંધિત ચોખાનું ગ્રેડિંગ કરશે. ગોવિંદભોગ, તુલાઈપંજી, કટારીભોગ, રાધુનીપગલ, કલોનુનિયા, કાલા નમક સહિતની ઘણી જાતોના ચોખાનું વર્ગીકરણ કરવામાં આવશે. જેના કારણે ઉત્પાદકોને મોટો ફાયદો થશે. તેમજ ચોખાની વિશેષ જાત વિષે ઉત્પાદકોને માહિતી મળશે અને સારી કિંમતે વેચી પણ શકાશે.
મોંઘવારીમાં રાહત આપવા માટે લોકોને સસ્તા ચોખા આપવાની આ યોજના સરકારનું મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. દેશમાં ભારત ચોખાનું વેચાણ તમામ સહકારી સ્ટોર્સ અને મોટી રિટેલ ચેન દ્વારા ઉપલબ્ધ થશે. તેમજ રિટેલમાં તમામ પ્રકારના ચોખાના ભાવમાં ટૂંક સમયમાં ઘટાડો થશે. કેન્દ્ર સરકાર દ્વારા ૬ નવેમ્બર ૨૦૨૩ ના રોજ ભારત આટા લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં લોટની કિંમત રૂ. ૩૫ પ્રતિ કિલો છે. આ ઉપરાંત ભારત બ્રાન્ડ હેઠળ સરકારે ચોખા પહેલા સસ્તો લોટ, સસ્તા ડુંગળી-ટામેટાં અને દાળનું વેચાણ કર્યું છે. તેમજ હવે સસ્તા ચોખાથી લોકોને વધતી જતી મોંઘવારીમાં થોડી રાહત મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech