પતિ-પત્નીનો સંબંધ એવો હોય છે કે પ્રેમની સાથે સાથે ઘર્ષણ પણ થાય છે. કેટલીકવાર કપલ્સ સાર્વજનિક સ્થળોએ એકબીજા સાથે લડે છે અને આસપાસના લોકો સ્તબ્ધ થઈ જાય છે. જો આ વાત માત્ર વાતો પુરતી જ સીમિત હોય તો ઠીક છે, પરંતુ જ્યારે વાત મારામારી સુધી પહોંચે છે ત્યારે ત્યાં હાજર અન્ય લોકો અનિચ્છાએ તેમાં સામેલ થઈ જાય છે.
તમે પતિ-પત્ની વચ્ચે ઝઘડાની ઘણી વાતો સાંભળી હશે. જો કે, જો કોઈ હવામાં બાજી પડે તો? અહેવાલ મુજબ ડબલિનથી એક ફ્લાઈટમાં પતિ-પત્ની વચ્ચે એટલી હદે ઝઘડો થયો કે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું.
એર લિંગસ ફ્લાઈટ નંબર ઇ I738 લગભગ 7.15 વાગ્યે ડબલિનથી રવાના થઈ હતી. એક કલાક પછી, ક્રૂએ જાહેરાત કરી કે એક ઇમર્જન્સી છે. વાસ્તવમાં આ ઈમરજન્સી એક કપલ વચ્ચેની લડાઈ હતી. ક્રૂએ તેમને સમજાવવાનો અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ સહમત ન થયા અને તેના બદલે એકબીજાને મારવા પર આવી ગયા. જ્યારે તેઓ કાબૂ માંથી બહાર જવા લાગ્યા, ત્યારે પાયલટે તેના વિશે કંટ્રોલ રૂમને જાણ કરી અને ફ્લાઈટનું નેન્ટેસ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું.
લડાઈ દરમિયાન મહિલાના ચહેરા પર ઈજાઓ પણ થઈ હતી, જેના કારણે ફ્લાઈટ લેન્ડ થયા બાદ તેના પાર્ટનરની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અંતે, બે કલાકના વિલંબ પછી, ફ્લાઇટ પાછી ઉડી હતી અને પાલમા ડી મેલોર્કા એરપોર્ટ પર સવારે 1.05 વાગ્યે પહોંચી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech