જામનગર....
જામનગરમાં સતવારા સમાજ ગુલાબનગર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સમુહ લગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું.ભભકાદાર લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચને અટકાવવા અને સમાજમાં નવો રાહ ભાવ સાથે આ આયોજન કરવામાં આવ્યું હતું. ગુલાબનગર વિસ્તારમાં આવેલ ભાનુ પેટ્રોલ પંપ નજીક સતવારા સમાજની વાડી ખાતે યોજાયેલા આ લ 25 માં સમૂહ લગ્ન સમારોહમાં 18 દંપતિઓએ પ્રભુતાના પગલાં માંડ્યા હતા. સંતો મહંતો અને સમાજ અગ્રણીઓના આશીર્વાદ સાથે 18 નવદંપતીઓ લગ્નના તાંતણે બંધાયા હતા.. આ સમૂહ લગ્નના આયોજનને સફળ બનાવવા સમાજના એક એક કાર્યકરોએ ઉત્સાહભેર દિવસ રાતે કરી જહેમત ઉઠાવી હતી.
25 માં સમૂહ લગ્નનું હરિદ્વાર ધર્મશાળાના પ્રમુખ માવજીભાઈ નકુમના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સમગ્ર સમૂહ લગ્ન પ્રસંગ સતવારા સમાજ ગુલાબ નગર ટ્રસ્ટના પ્રમુખ જસરાજભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા જસરાજ પરમાર, હરિદ્વાર ધર્મ શાળાના પ્રમુખ માવજી પી નકુમ, વલ્લભ ધારવીયા, કોર્પોરેટર ભરત પરમાર, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન શોઢા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શોભાને વધારી હતી.
આ સમૂહ લગ્નમાં પ્રમુખ તરીકે રમેશ રાવજી નકુમ, ઉપ પ્રમુખ પરસોતમ પી પરમાર, પુનિત એમ ખાપણદર, હરિ માવજી બુમટારીયા, ખજાનચી તરીકે મગન રણછોડ નકુમ, સહમંત્રી મહેશ છગન પરમાર, સહખજાનચી દિનેશ વાલજી નકુમ, સંગઠન મંત્રી રાજેશ સુરેશ પરમાર, પ્રવીણ રૂડા પરમાર અને વસંત ગોરધન પરમાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી
મહત્વનું છે કે સતવારા સમાજ ગુલાબનગર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં નવદંપતીઓ લગ્નના તાંતણે બંધાય છે ત્યારે આ વર્ષે પણ આ પરંપરા અકબંધ રહી હતી અને ગત તારીખ 6 ને મંગળવારના રોજ યોજાયેલા આ પ્રસંગમાં 18 દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડતા સમાજના આગેવાનો અને ઉપસ્થિત મહેમાનોએ સતવારા સમાજ ગુલાબ નગર ટ્રસ્ટના આયોજનને બિરદાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સમાજમાં સામાન્ય પરિવારમાં લગ્ન પાછળ થતા ખોટા ખર્ચને લઈને યજમાન પરિવારો આર્થિક ભીંસ ભોગવતા હોય છે. ત્યારે સમૂહ લગ્નએ સામાન્ય પરિવાર માટે આશીર્વાદરૂપ છે. જેથી સમુહલગ્ન નિર્ણયને આવકારવો જોઈએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech