રામ કોટુમલ ઇસરાની ધરપકડ મામલે સુનાવણી કરી રહેલી બેન્ચે નિવેદનો નોંધવા અને પૂછપરછ માટે યોગ્ય સમય ધ્યાનમાં લેવાનું ઇડીને કર્યું સૂચન
ઊંઘનો અધિકાર મૂળભૂત માનવ અધિકાર છે અને તેને આ માટે રોકવાથી વ્યક્તિના માનવ અધિકારોનું ઉલ્લંઘન થાય છે. બોમ્બે હાઈકોર્ટની બેન્ચે આ નિવેદન આપ્યું છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે ઊંઘનો અધિકાર એ "મૂળભૂત માનવ જરૂરિયાત" છે અને તેને પૂરી ન પાડવાથી વ્યક્તિના માનવ અધિકારોનું ઉલ્લંઘન થાય છે.
જસ્ટિસ રેવતી મોહિતે-ડેરે અને મંજુષા દેશપાંડેની ખંડપીઠે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને જ્યારે એજન્સી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સમન્સ જારી કરવામાં આવે ત્યારે નિવેદનો રેકોર્ડ કરવા માટે સમય જાળવવા માટે નિર્દેશો જારી કરવાનો આદેશ આપ્યો હતો. બેન્ચે તેના આદેશમાં જણાવ્યું હતું કે, "ઊંઘવાનો અધિકારએ મૂળભૂત માનવ જરૂરિયાત છે, તે ન આપવું, વ્યક્તિના માનવ અધિકારોનું ઉલ્લંઘન છે."
કોર્ટ 64 વર્ષીય ગાંધીધામના રહેવાસી રામ કોટુમલ ઇસરાની દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં તેમની ધરપકડને ગેરકાયદેસર જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. એડવોકેટ વિજય અગ્રવાલ, આયુષ જિંદાલ અને યશ વર્ધન તિવારીએ રજૂઆત કરી હતી કે 7 ઓગસ્ટ, 2023ના રોજ ઇસરાની દિલ્હીમાં સવારે 10.30 વાગ્યે તપાસમાં જોડાયા હતા અને તેમની અંગત સ્વતંત્રતા છીનવાઈ ગઈ હતી, તેમનો મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો હતો અને તેમને વોશરૂમમાં ઈડીના અધિકારીઓએ ઘેરી લીધા હતા.
ઈસરાનીની આખી રાત પૂછપરછ કરવામાં આવી હતી, જેણે બંધારણની કલમ 21 હેઠળ સમાવિષ્ટ તેમના 'ઊંઘના અધિકાર'નું ઉલ્લંઘન કર્યું હતું, જે તેમના જીવનના અધિકારનો એક ભાગ છે, અગ્રવાલે જણાવ્યું હતું. ઈસરાનીનું નિવેદન ઇડી દ્વારા 10.30 વાગ્યાથી સવારના 3 વાગ્યા સુધી રેકોર્ડ કરવામાં આવ્યું હતું, જેના કારણે તેમને ઊંઘવાનો અધિકાર છીનવાઈ ગયો હતો. અગ્રવાલે રજૂઆત કરી હતી કે ઇસરાનીને તબીબી સમસ્યાઓ હતી અને મધ્યરાત્રિ પછી ઇડીને તેમનું નિવેદન નોંધવાની કોઈ ઉતાવળ નહોતી, અને તેમને આગામી તારીખે અથવા તેના થોડા દિવસો પછી પણ સમન્સ પાઠવવામાં આવ્યા હોતઆવી શકાયું હોત, ઈસરાનીની 8 ઓગસ્ટ, 2023ના રોજ સવારે 5.30 વાગ્યે ઔપચારિક રીતે ધરપકડ કરવામાં આવી હતી.
એજન્સી વતી હાજર રહેલા એડવોકેટ હિતેન વેનેગાંવકર અને આયુષ કેડિયાએ રજૂઆત કરી હતી કે ઈસરાનીને તેમનું નિવેદન રાત્રે રેકોર્ડ કરવામાં કોઈ વાંધો જણાયો નથી એટલે તે જ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. ખંડપીઠે કહ્યું, "અણધાર્યા કલાકો પર નિવેદનો રેકોર્ડ કરવાથી ચોક્કસપણે વ્યક્તિની ઊંઘ છીનવાય છે, જે વ્યક્તિનો મૂળભૂત માનવ અધિકાર છે. અમે કામ કરવાની આ પ્રણાલીનો અસ્વીકાર કરીએ છીએ. કેમ કે, ઊંઘની અછત વ્યક્તિના સ્વાસ્થ્યને અસર કરે છે, તેની માનસિક ક્ષમતાઓ, જ્ઞાનાત્મક કૌશલ્યો વગેરેને બગાડે છે.”
હાઈકોર્ટે વધુમાં જણાવ્યું કે, "કથિત વ્યક્તિને, જે પણ કારણે બોલાવવામાં આવે છતાં પણ પણ તેના મૂળભૂત માનવ અધિકારથી વંચિત રાખી શકાય નહીં. નિવેદનો ચોક્કસ કલાકો દરમિયાન રેકોર્ડ કરવા જોઈએ અને રાત્રે નહીં કે જ્યારે વ્યક્તિની જ્ઞાનાત્મક કુશળતાને અસર થઈ શકે એમ હોય.”
કોર્ટે અગ્રવાલની ગેરકાયદેસર ધરપકડની દલીલને નકારી કાઢી હતી, પરંતુ તેના આદેશમાં નોંધ્યું હતું કે ઇસરાનીને સ્વૈચ્છિક રીતે અથવા અન્યથા તેના નિવેદન રેકોર્ડ કરવા માટે રાતોરાત જગાડી રાખવામાં આવ્યા હતા. કોર્ટે નોંધ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવે છે, ત્યારે તપાસ એજન્સી હજુ સુધી એમ ન માની શકે કે તે વ્યક્તિ ગુના માટે દોષિત છે. બેન્ચે નોંધ્યું હતું કે અરજદાર, જે 64 વર્ષનો છે, ભૂતકાળમાં પણ તેનું નિવેદન નોંધવા માટે એજન્સી સમક્ષ હાજર થયો હતો. કોર્ટે નોંધ્યું હતું કે ઈસરાનીની કથિત સંમતિ હોવા છતાં તેને મધ્યરાત્રિ પછી રાહ જોવાને બદલે અન્ય કોઈ દિવસે અથવા બીજા દિવસે પણ સમન્સ પાઠવી શકાયું હોત.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech