બોલિવૂડ એક્ટર રિતિક રોશન તેની એરિયલ એક્શન ફિલ્મ 'ફાઇટર'થી દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. આ બહુઅપેક્ષિત ફિલ્મ પ્રજાસત્તાક દિવસના અવસર પર 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મના ગીતો અને ટીઝરે દર્શકોમાં જબરદસ્ત ઉત્તેજના પેદા કરી હતી. હવે દર્શકોના ઉત્સાહને વધારવા માટે ફિલ્મનું દમદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં હૃતિક રોશન, દીપિકા પાદુકોણ, અનિલ કપૂર અને કરણ સિંહ ગ્રોવર એરફોર્સ ઓફિસર તરીકે દેશભક્તિની ભાવનામાં ડૂબેલા જોવા મળે છે.
ટ્રેલરની શરૂઆત હૃતિક રોશનના અવાજથી થાય છે કે ફાઇટર તે નથી જે લક્ષ્ય હાંસલ કરે છે, પરંતુ ફાઇટર તે છે જે તેના દુશ્મનોને પછાડે છે. અનિલ કપૂર કેપ્ટન તરીકે એરફોર્સના શ્રેષ્ઠ અધિકારીઓની એક ટીમને તૈયાર કરે છે. જેમાં હૃતિક, દીપિકા અને કરણનો સમાવેશ થાય છે. ત્યારબાદ પુલવામા બોમ્બ બ્લાસ્ટ બાદ તમામ લડવૈયાઓ યુદ્ધ માટે તૈયાર છે અને પોતાનો જીવ જોખમમાં મુકતા જોવા મળે છે.
આ સમય દરમિયાન, તમામ લડવૈયાઓ ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે, જેને તેઓ કદાચ તેમની ખુશીઓનું બલિદાન આપીને દૂર કરવા જઈ રહ્યા છે. ફાઈટરના ટ્રેલરમાં હૃતિક અને દીપિકા વચ્ચેની કેમેસ્ટ્રી પણ જોવા મળી હતી, પરંતુ ટ્રેલરમાં એવો ઈશારો આપવામાં આવ્યો હતો કે યુદ્ધના મેદાનમાં તેમણે પ્રેમનું બલિદાન આપવું પડશે. ટ્રેલરમાં હૃતિક અને દીપિકા દેશ માટે લડતા જોવા મળ્યા હતા અને તેમનું દમદાર એક્શન પણ જોવા મળ્યું હતું. જે પ્રેક્ષકોમાં ઉત્સાહ જગાડવા માટે પૂરતુ કહી શકાય.
મહત્વનું છે કે, હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ પહેલીવાર 'ફાઇટર'માં સ્ક્રીન સ્પેસ શેર કરી રહ્યા છે. ટ્રેલર જોઈને એમ કહેવું ખોટું નહીં રહે કે આ ફિલ્મમાં બંનેની જોડી લોકોના દિલ જીતી લેશે. ફાઈટર ફિલ્મનું ટ્રેલર ઘણું ધમાકેદાર છે. ફાઈટર ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. લોકોનું કહેવું છે કે આ ફિલ્મ વર્ષ 2024ની સર્વશ્રેષ્ઠ ફિલ્મ હશે. એટલું જ નહીં આ ફિલ્મ સુપરહિટ સાબિત થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech