આગામી લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનો સામનો કરવા માટે વિપક્ષી પાર્ટીઓએ ઇન્ડીયા ગઠબંધનની મહત્વપૂર્ણ રણનીતિ ઘડી છે. આ ઇન્ડિયા ગઠબંધનનો હેતુ ભાજપને હરાવી સત્તા સ્થાપવાનો છે. ત્યારે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ટીએમસી સહિત દેશની ઘણી મોટી પાર્ટીઓ આ માટે એક મંચ પર આવી છે અને ભાજપને પડકાર ફેંકયો છે. પરંતુ સમયાંતરે વિપક્ષી ગઠબંધનની એકતા પર સવાલો ઉઠી રહ્યા છે. નોંધનીય છે કે, તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષોએ અલગ-અલગ ચૂંટણી લડી હતી. તે જ સમયે, આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે શાબ્દિક યુધ્ધ છેડાયું હતું.
આ તરફ સોમવારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને ચંદીગઢમાં પત્રકારોએ કેટલાક સવાલ પૂછયા હતા. જેમાં પંજાબ કોંગ્રેસના નેતાઓ ગઠબંધનની વિરુદ્ધ છે અને તેમને લાગે છે કે જો ગઠબંધન થશે તો પંજાબમાંથી કોંગ્રેસનો સફાયો થઈ જશે. આ સવાલના જવાબ પર ભગવંત માનએ પ્રતિક્રિયા પાઠવી હતી કે, આજે કોંગ્રેસની સ્થિતિ સફાયો થવા જેવી જ થઇ છે. પત્રકારોના સવાલનો જવાબ આપી તેમણે કોંગ્રેસ વિશે ટિપ્પણી કરી હતી કે, ટૂંક સમયમાં પંજાબ અને દિલ્હીમાં માતાઓ તેમના બાળકોને વાર્તા કહેતી જોવા મળશે કે એક હતી કોંગ્રેસ. આ સાથે જ સંવિધાનને બચાવવા માટે ઇન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસ સાથે જોડાણ કરવું જરૂરી હોવાની વાત પણ તેમણે કરી હતી.
પંજાબના મુખ્યમંત્રીના આ નિવેદન પર કોંગ્રેસના નેતાઓએ ટિપ્પણી કરી. કોંગ્રેસના નેતા પવન ખેડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. જેમાં પવન ખેડાએ કહ્યું હતું કે આમ આદમી પાર્ટી અને મોદીજીના વિચારો મળતા આવે છે. બંન્નેનું સ્વપ્ન કોંગ્રેસ મુક્ત ભારતનું છે. એક ભોજપુરી ફિલ્મનું નામ છે એક થા જોકર, આ ફિલ્મ જોઇ હશે તે સવાલ કરી કટાક્ષ કર્યો હતો.
તમને જણાવી દઈએ કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પોતે 10 જાન્યુઆરીએ સંગઠનની બેઠકમાં ભાગ લેવા પંજાબ આવી રહ્યા છે. આ પહેલા તેઓ પઠાણકોટમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની રેલીમાં ભાગ લેવા પંજાબ આવ્યા હતા. ભલે વિપક્ષ ઇન્ડીયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકસાથે હોય પરંતુ પંજાબની રાજનીતિમાં બંને પક્ષો એકબીજાની સામે ઊભા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech