અનંત લગ્ન: રજવાડી ઠાઠ, શાહી મહેમાનો

  • July 12, 2024 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એશિયાના સૌથી અમીર વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી આજે રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટરમાં તેમના લગ્નની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. આ સાથે જ બોલિવૂડ-હોલીવુડ સ્ટાર્સ, દુનિયાના અનેક બિઝનેસમેન અને રાજનેતાઓ મુંબઈ પહોચ્યા છે.

મુકેશ અંબાણીએ પોતાના પુત્રના લગ્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ આમંત્રણ આપ્યું છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી થયું કે બંને મોટા નેતાઓ મુંબઈ પહોંચી રહ્યા છે કે નહીં. જ્યારે બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સન અને ફેમસ સેલિબ્રિટી કિમ કાર્દિશિયન મુંબઈ પહોંચી ગયા છે. જ્યારે આ લોકોના નામ પણ ગેસ્ટ લિસ્ટમાં સામેલ છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના સીઈઓ હેન જોંગ-હી અને બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન પણ મુંબઈ પહોંચી ગયા છે. તેમના મહેમાનોની યાદીમાં ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેર, અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન, આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ, કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ, ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, તમિલનાડુના મુખ્ય પ્રધાન એમ. ની. સ્ટાલિન અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો સમાવેશ થાય છે.
જો બોલિવૂડ સ્ટાર્સની વાત કરીએ તો શાહરૂખ ખાન, આમિર ખાન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, રણવીર સિંહ, કેટરિના કૈફ, વિકી કૌશલ, શાહિદ કપૂર, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ અનંત અને રાધિકાના લગ્નમાં સામેલ થશે. સ્પોટ્ર્સ જગતના ડેવિડ બેકહામ અને કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની પણ આ લગ્નમાં હાજરી આપશે.
અનંત અંબાણીના લગ્નનું સંપૂર્ણ શિડ્યુલ પણ જાહેર કરવામાં આવ્યું છે. તેમની જાન બપોરે 3 વાગ્યે જીઓ વર્લ્ડ સેન્ટર પહોંચશે. ત્યારબાદ મહેમાન માટે સાફા બંધાઈની વિધિ પૂર્ણ થશે. જ્યારે અનંત અને રાધિકા મર્ચન્ટના વરમાળાનો સમય 8 વાગ્યાનો અને ફેરાનો શુભ સમય રાત્રે 9:30 વાગ્યાનો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application