મહુવામાંથી વિદેશી દારૂની નાની-મોટી ૨૮૨બોટલ કિ.રૂ.૩૬,૪૪૮ ના મુદામાલ સાથે એક શખ્સને ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો મહુવા ડીવીઝન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે, વીટીનગર, યોગેશ્વર એપાર્ટમેન્ટ એસ-૭માં રહેતા સાગર હરેશભાઇ પોપટાણી પોતાના રહેણાકી મકાને વિદેશી દારૂની બોટલો રાખી વેચાણ કરે છે. જે બાતમી આધારે તેના રહેણાંક મકાને રેઇડ કરી સાગર હરેશભાઇ પોપટાણી (ઉ.વ.૧૯ ધંધો-મજુરી રહે.એસ-૭, યોગેશ્વર એપાર્ટમેન્ટ, વીટીનગર, મહુવા જી.ભાવનગર)ને ઝડપી લીધો હતો. અને તેની પૂંછપરછમાં હાર્દિક ઉર્ફે બાડો ઉર્ફે નયન (રહે મહુવા)નું નામ ખુલતા સ્મીર્નોફ ગ્રીન એપલ ટ્રીપલ ડિસ્ટીલ્ડ વોડકા ૭૫૦ ખક બોટલ નંગ-૦૮ કિ.રૂ.૯,૦૪૮,ઓલ સીઝન્સ ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કી ૧૮૦ ખક બોટલ નંગ-૧૭૯ કિ.રૂ.૧૭,૯૦૦ તેમજ જોહન માર્ટીન પ્રિમીયમ વ્હીસ્કી ૧૮૦ ખક બોટલ નંગ-૯૫ કિ.રૂ.૯,૫૦૦ની મળી કુલ.કિ.રૂ.૩૬,૪૪૮ નો મુદામાલ કબ્જે કરી હાર્દિક ઉર્ફે બાડો ઉર્ફે નયનને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના અશોકભાઇ ડાભી, અરવિંદભાઇ બારૈયા, તરૂણભાઇ નાંદવા, પ્રવિણભાઇ ગલસર અને રાજેન્દ્ર મનાતર સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech