અગ્નિસ્નાન કરતાં પહેલા, અઝારેલોએ ફેકયા હતા ઘણા બધા પેમ્ફલેટ : પોર્ન ફિલ્મ એક્ટ્રેસને સંબંધો છુપાવવા પૈસા આપ્યા હોવાના મામલે ચાલી રહ્યો છે કેસ
ગતરોજ એક શખ્સે ન્યૂયોર્ક કોર્ટહાઉસની બહાર પોતાના શરીર પર આગ ચાંપી દીધી હોવાની ઘટના બની છે. આ કોર્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પની 'હશ-મની' ટ્રાયલ ચાલી રહી હતી. ઘટનાસ્થળ પરના એક સાક્ષીએ જણાવ્યું હતું કે તેણે પહેલા માણસને હવામાં પત્રિકાઓ ફેંકતા જોયો, પછી તેણે ડબ્બામાંથી પોતાના પર કંઈક છાંટતા અને તેને આગ લગાડતા જોયો. તે વ્યક્તિ ઘણી મિનિટો સુધી સળગતો રહ્યો.
ઘટના બાદ તરત જ એક પોલીસ અધિકારીએ આગ ઓલવવા માટે ફાયર એક્સટિંગવિશનનો ઉપયોગ કર્યો હતો. ગતોરજ સુનાવણીના પ્રથમ દિવસે શહેરના મેનહટન કોર્ટહાઉસ ખાતે ભારે પોલીસ સુરક્ષા વચ્ચે વિરોધીઓ અને દર્શકોની ભીડ એકઠી થઈ હતી, જોકે આ ઘટના બાદ ભીડ ઓછી થઈ ગઈ છે. આ ઘટના ટ્રમ્પના મુકદ્દમા સાથે સંબંધિત છે કે કેમ તે સ્પષ્ટ નથી.
અગ્નિસ્નાન કરતાં પહેલા, અઝારેલોએ પેમ્ફલેટ ફેકયા હતા, તેણે એક વેબસાઈટ પર લેખ પણ પોસ્ટ કર્યો હતો. આ લેખમાં 'મેં ટ્રમ્પ ટ્રાયલની બહાર મારી જાતને આગ લગાવી દીધી છે' એવું હેડિંગ હતું. તે પછી ક્રિપ્ટોકરન્સી અને હોલીવુડના કલાકારોથી લઈને કોવિડ અને ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન સુધીની દરેક બાબતમાં કાવતરાના હોવાનો એક મેનિફેસ્ટો પોસ્ટ કરાયો હતો. લેખમાં, અઝારેલોએ લખ્યું, "વિરોધનું આ કૃત્ય એક જરૂરી અને મહત્વપૂર્ણ શોધ તરફ ધ્યાન દોરવા માટે છે: અમે એકહથ્થુ શાસનના શિકાર છીએ, અને અમારી સરકાર અમને મારવા જઈ રહી છે." અઝારેલોએ માર્ક ઝુકરબર્ગ એલોન મસ્ક અને ધ સિમ્પસનનો પણ ઉલ્લેખ કર્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પની ઐતિહાસિક 'હશ-મની' ટ્રાયલ સોમવારથી શરૂ થઈ ગઈ છે. જેના કારણે તેઓ અમેરિકન ઈતિહાસમાં ફોજદારી કેસનો સામનો કરનાર પ્રથમ પૂર્વ રાષ્ટ્રપતિ બન્યા છે, જેણે નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં તેમની ઉમેદવારી પર ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. ટ્રમ્પનો આ મામલો પોર્ન ફિલ્મ એક્ટ્રેસ સ્ટોર્મી ડેનિયલ્સ સાથે સંબંધિત છે. આરોપ છે કે ટ્રમ્પનું સ્ટોર્મી સાથે અફેર હતું અને તેની માહિતી છુપાવવા માટે તેણે વર્ષ 2016માં ડેનિયલ્સને 1 લાખ 30 હજાર ડોલરની રકમ ચૂકવી હતી. ટ્રમ્પે ડેનિયલ્સ સાથે અફેર હોવાનો ઇનકાર કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech