રાજકોટના જાણિતા ઉદ્યાગપતિ મૌલેશભાઈ ઉકાણી પરિવાર દ્વારા રાજકોટમાં શ્રીનાથજી ધ્વજા આરોહણ કાર્યક્રમનું આયોજન કરાયું છે. આજે આ કાર્યક્રમનો બીજો દિવસ છે. ત્યારે શહેરની નજીક ઈશ્વરિયા ગામમાં 12.50 એકર જમીનમાં આખું વૃંદાવન ધામ ઊભું કરવામાં આવ્યું છે. આ વૃંદાવન ધામનો રાતનો નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે. આ દૃશ્યો જોતા જ લાગે કે ભગવાન કૃષ્ણની સોનાથી મઢેલી દ્વારકા નગરી જ છે.
ગુજરાતમાં પ્રથમવાર શ્રીનાથજીની ધ્વજાજી આરોહણ ઉત્સવ
ગુજરાતમાં પ્રથમવાર ’શ્રીનાથજીની ધ્વજાજી આરોહણ’ ઉત્સવ ઉજવવામાં આવતો હોવાથી એક અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો છે. ગઇકાલે પ્રથમ દિવસે 56 ભોગ મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે બીજા દિવસે ગૌ-ચરણ મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે અને આવતીકાલે દીપદાન મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે. જે લોકો નાથદ્વારા સુધી નથી પહોંચી શકતા તેઓને ઘર આંગણે આ દર્શનનો લાભ મળે અને કૃષ્ણભક્તિમાં સૌ લીન થાય તે માટે ખાસ વૃંદાવનધામ ઉભું કરી આ 3 દિવસના મનોરથ કાર્યક્રમમાં ધ્વજા આરોહણના દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતભરમાંથી ભાવિકો દર્શન કરવા આવે છે
શ્રીનાથદ્વાર ધ્વજા આરોહણની સાથે સાથે વૃંદાવન ધામ ખાતે કૃષ્ણમય માહોલ ઉભો કરવા માટે વૃંદાવનધામમાં દ્રારકાધીશ મંદિર, શામળાજી મંદિર, ડાકોર મંદિર, શ્રીનાથજીના મોતી મહેલ, શ્રીજી બાવાના પ્રેમ મંદિર, ગીરીરાજ પર્વતની આબેહુબ પ્રતિકૃતિ પણ ઉભી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ વૃંદાવન ધામ ખાતે અલગ અલગ કાર્યક્રમ અને ધ્વજા આરોહણ દર્શનનો લાભ સવારના 8.30થી 12.30 અને સાંજના 4.30 વાગ્યાથી 8.30 વાગ્યા સુધી લોકો લઈ શકશે. આ માટે બાન લેબ અને સમગ્ર ઉકાણી પરિવાર તરફથી આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતા અનર વૈષ્ણવોને આ દર્શનનો લાભ લેવા જાહેર આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે.
કોણ છે મૌલેશભાઈ ઉકાણી?
બાન લેબ્સ કંપનીને મૌલેશભાઈ ઉકાણીએ એક ચાઇ પર પહોંચાડી છે. વર્ષ 1966માં મૌલેશભાઇના પિતા ડાહ્યાભાઇ પટેલે માત્ર રૂપિયા 16 હજારના રોકાણથી કંપનીની શરૂઆત કરી હતી હાલ કંપની હજારો કરોડના ટર્નઓવર પર પહોંચી છે. મૌલેશભાઇ માત્ર ઉદ્યોગમાં જ નહીં પરંતુ સામાજિક ક્ષેત્રે કાર્યરત 100 જેટલી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છે. દ્વારકાધીશના પરમ ભક્ત એવા મૌલેશભાઈ દ્વારકા જગત મંદિરના પણ ટ્રસ્ટી છે અને સીદસર ઉમિયાધામના પણ તેઓ હાલમાં ચેરમેન છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech