જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામજોધપુરના ધુનડા મુકામે સમર કેમ્પ યોજાયો...
જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના ઘુનડા ગામે સદગુરુશ્રી જેન્તીરામબાપા સંતપુરણ ધામ આશ્રમ – પુનડા (જામજોધપુર) ખાતે ગુજરાત રાજ્ય પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આયોજીત તા.૨૭/૦૫/૨૦૨૪ થી તા.૦૧/૦૬/૨૦૨૪ સુધીનો સમર કેમ્પ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક, ઈ.ચા. મુખ્ય મથક, જામનગર આર.બી.દેવધાના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવેલ
ગુજરાત રાજ્ય પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્રારા આયોજીત તા.૨૭/૦૫/૨૦૨૪ થી તા.૦૧/૦૬/૨૦૨૪ સુધીનો સમર કેમ્પ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના મુજબ જીલ્લાના નાયબ પોલીસ અધિક્ષક, ઇ.ચા. મુખ્ય મથક, જામનગર આર.બી.દેવધા દ્રારા દીપ પ્રાગટ્ય કરી સદગુરુશ્રી જેન્તીરામબાપા સંતપુરણ ધામ આશ્રમ ધુનડા (જામજોધપુર) ખાતે સમર કેમ્પનુ શુભારંભ કરવામાં આવેલ અને આ સમર કેમ્પમાં જામનગર જીલ્લાના અલગ અલગ શાળાઓના કુલ ૧૦૦ સ્ટુડન્ટ પોલીસ કેડેટસ હાજર રહેલ.
આ કેમ્પ માં ઉપરોક્ત તારીખો દરમ્યાન સ્ટુડન્ટસ પોલીસ કેડેટસ અલગ અલગ પ્રવૃતીઓ જેવી કે સાંસ્કૃતીક કાર્યક્રમ, વાંચન લેખન, શિસ્તતા, વકૃતત્વ સ્પર્ધા, ઇન્ડોર તથા આઉટડોર રમતો તથા સાયબર કાઈમ તથા સેલ્ફ ડીફેન્સ તેમજ અલગ- અલગ મહાનુભવો દ્વારા અલગ - અલગ વિષયો ઉપર સ્ટુડન્ટસને માહિતીગાર કરવામાં આવશે તેવુ આયોજન કરવામાં આવેલ છે. અને સદર કેમ્પમાં આવેલ સ્ટુડન્ટ પોલીસ કેડેટસમાં ઉત્સાહ તેમજ જોસ વધે તે માટે જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પ્રસંગને અનુરૂપ સ્ટુડન્ટસની રૂબરૂ મુલાકાત કરી પ્રાસંગીક ઉદબોધન આર.બી.દેવધા દ્રારા કરવામાં આવેલ.