યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ આજે સત્તાવાર રીતે છૂટાછેડા લીધા. ચહલ બાંદ્રા ફેમિલી કોર્ટમાં સૌથી પહેલા પહોંચ્યો હતો, પરંતુ જ્યારે વર્મા ન પહોંચી ત્યારે તેણે થોડીવાર રાહ જોઈ અને અંતે સવારે 11 વાગ્યા પછી ધનશ્રી પણ આવી. બંને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થયા અને તેમને છૂટાછેડા મંજૂર કરવામાં આવ્યા. વકીલે કહ્યું, "છૂટાછેડા થઈ ગયા છે, લગ્ન તૂટી ગયા છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના લગ્ન 22 ડિસેમ્બર 2020ના રોજ થયા હતા.
ભારતીય ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને તેમની પત્ની ધનશ્રી વર્મા આજે છૂટાછેડા અંગે બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટમાં પહોંચ્યા હતા. અગાઉ બોમ્બે હાઈકોર્ટે બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટને ચહલ અને તેની અલગ રહેતી પત્ની ધનશ્રી દ્વારા શરૂ કરાયેલી પરસ્પર છૂટાછેડાની કાર્યવાહી પર ગુરુવાર સુધીમાં નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો. આ મામલાને લઈને ધનશ્રી વર્મા આજે બપોરે મુંબઈની બાંદ્રા મેજિસ્ટ્રેટ કોર્ટમાં પહોંચી હતી જ્યાં મીડિયાનો મોટો મેળાવડો જોવા મળ્યો હતો. ધનશ્રી કોર્ટમાં પહોંચ્યા પછી, ચહલ પણ મુંબઈના બાંદ્રા સ્થિત કોર્ટમાં પહોંચ્યો. ચહલ માસ્ક અને કાળૂ હૂડી પહેરીને કોર્ટ પરિસરમાં પ્રવેશ્યો હતો.
આ સમય દરમિયાન ચહલ કે ધનશ્રી વર્મા બંનેમાંથી કોઈએ મીડિયા સાથે વાત કરી ન હતી. બંને સીધા કોર્ટ પરિસરમાં પ્રવેશ્યા, તેમના વકીલો પણ તેમની સાથે જોવા મળ્યા. મીડિયાએ ચહલ સાથે વાત કરવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો નહીં.
ચહલ IPL 2025માં પંજાબ ટીમ તરફથી રમશે
૩૪ વર્ષીય યુઝવેન્દ્ર ચહલ આઈપીએલ ૨૦૨૫ સીઝનમાં રમવાની તૈયારી કરી રહ્યો છે. આ વખતે તે પંજાબ કિંગ્સ (PBKS) તરફથી રમશે. આ ટુર્નામેન્ટ 22 માર્ચથી શરૂ થશે. જ્યારે પંજાબની ટીમ 25 માર્ચે ગુજરાત ટાઇટન્સ સામે પોતાની પહેલી મેચ રમશે. IPL 2025ની મેગા હરાજીમાં બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાની માલિકીની પંજાબ ટીમે ચહલને ખરીદ્યો. ચહલને ખરીદવા માટે ફ્રેન્ચાઇઝીએ ૧૮ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવી. ચહલ અગાઉ IPLમાં રાજસ્થાન રોયલ્સ, મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી ચૂક્યો છે.
જસ્ટિસ માધવ જામદારની બેન્ચે કહ્યું કે, ચહલના વકીલ સાથે વાત કરવામાં આવી છે. તેમણે માહિતી આપી છે કે ચહલ 21 માર્ચ પછી કોર્ટમાં ઉપલબ્ધ રહેશે નહીં, કારણ કે તે IPLમાં વ્યસ્ત રહેશે. આ જ કારણ છે કે, ફેમિલી કોર્ટને આ છૂટાછેડા કેસમાં 20 માર્ચ સુધીમાં ચુકાદો સંભળાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ચહલ અને ધનશ્રી બંનેએ ૫ ફેબ્રુઆરીએ ફેમિલી કોર્ટમાં પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી. જોકે, ફેમિલી કોર્ટે 6 મહિનાના કૂલિંગ ઓફ પીરિયડને માફ કરવાનો ઇનકાર કર્યો હતો.
આ પછી, ચહલ અને ધનશ્રી બંનેએ ફેમિલી કોર્ટના આ નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો. તમને જણાવી દઈએ કે છૂટાછેડા લેવા માટે, હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 13B હેઠળ 6 મહિનાનો કૂલિંગ ઓફ પીરિયડ જરૂરી છે. આ સમય એટલા માટે આપવામાં આવે છે કે પતિ-પત્ની બંને સર્વસંમતિથી પહોંચી શકે અને છૂટાછેડા લીધા વિના સાથે રહેવાનું નક્કી કરી શકે. તેમની વચ્ચે ફરીથી મામલો ઉકેલાઈ જવો જોઈએ.
ચહલ ધનશ્રીને 4.75 કરોડ આપવા સંમત થયો
જ્યારે જસ્ટિસ જામદારે ધ્યાનમાં લીધું હતું કે ચહલ અને વર્મા અઢી વર્ષથી અલગ રહી રહ્યા છે અને ભરણપોષણની ચુકવણી અંગે બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી દરમિયાન સંમત થયેલા નિયમો અને શરતોનું પાલન કરવામાં આવ્યું છે. આ વિચારણા પછી બેન્ચે કુલિંગ પિરિયડ માફ કર્યો. ફેમિલી કોર્ટ અનુસાર, ચહલે ધનશ્રીને 4.75 કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. તેમાંથી તેમણે અત્યારસુધીમાં 2.37 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીર સોમનાથમાં મોટી દુર્ઘટના: માઢવાડ બંદરે દરિયામાં ન્હાવા ગયેલા બે યુવાનો ડૂબ્યા
March 20, 2025 11:35 PMકચ્છમાં અચાનક વાતાવરણ પલટાયું, ભુજ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં
March 20, 2025 09:06 PMગુજરાત સરકારનો આરોગ્ય ક્ષેત્રે મહત્વનો નિર્ણય, નવા 34 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને મંજૂરી
March 20, 2025 09:04 PMIPL 2025 પહેલા મોટા સમાચાર: શેડ્યૂલમાં થયો મોટો ફેરફાર...જાણો વધુ વિગત
March 20, 2025 09:03 PMજામનગર ટાઉનહોલ ખાતે કોન્ટેમ્પરરી આર્ટીસ્ટ કેમ્પ તથા ચિત્ર પ્રદર્શનીનું આયોજન...
March 20, 2025 07:07 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech