જસદણના પોલારપર રોડ રહેતા યુવાનને પાડોશી પરિવારે પાઇપ અને લાકડી વડે મારમારી તેનો પગ ભાંગી નાંખ્યો હતો.યુવાનની પત્ની અને ભાણેજ સાથે પણ મારકૂટ કરી હતી.યુવાનનો ભત્રીજો પાડોશીની ભત્રીજીને ભગાડી ગયો હોય તેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હતો.
જસદણમાં પોલારપર રોડ પર ગજાનના સોસાયટીની પાછળ રહેતા કેશુ ભોજાભાઇ ધોકડીયા(ઉ.વ ૩૮) નામના યુવાને જસદણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા અશોક રવજીભાઇ સોલંકી, મનોજ રવજીભાઇ સોલંકી, જસુબેન મનોજભાઇ સોલંકી,સચિન મનોજભાઇ સોલંકી, છાયાબેન સચિનભાઇ સોલંકી, સુમિત અશોકભાઇ સોલંકીના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મૂળ ગામ વીંછિયાના મોટા માત્રા છે. ૨૦ દિવસ પૂર્વે પાડોશમાં રહેતો અશોક સોલંકી અહીં ઘરે આવ્યો હતો અને યુવાનને કહ્યું હતું કે તારો ભત્રીજો વિમલ મનસુખભાઇ ધોડકીયા મારી ભત્રીજીને ભગાડી ગયો છે. જેથી યુવાને કહ્યું હતું કે આ બાબતે મને કંઇ ખબર નથી. ત્યારબાદ દસ દિવસ પૂર્વે અશોક ફરી ઘરે આવ્યો હતો અને યુવાન તથા તેની પત્નીને કહેવા લાગ્યો હતો કે, મારી ભત્રીજીને ગોતી લાવો નહીંતર હું તમને બધાને પતાવી દઇશ તેવી ધમકી અને ગાળો આપી જતો રહ્યો હતો.
ગઇ તા. ૨૮/૪ ના રોજ સાંજના યુવાન તેનો ભાણેજ નરેશ ધીરૂભાઇ પરનાળીયા બંને ઘરે આવ્યા હતાં.નરેશ ઘરમાં ટિફિન મુકવા ગયો હતો અને યુવાન બાઇકની ઘોડી ચડાવતો હતો ત્યારે મનોજ પાઇપ અને તેની પત્ની જસુ લાકડી લઇને આવ્યા હતાં.બદમાં યુવાનને લાકડી પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડતા તે અહીં ઢળી પડયો હતો.
બાદમાં મનોજનો પુત્ર સચિન અને તેની પત્ની છાયા અહીં આવ્યા હતા તે યુવાનની પત્ની રંજન અને તેના ભાણેજ નરેશને મારમારવા લાગ્યા હતાં.બાદમાં યુવાનને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતાં. હુમલામાં ઘવાયેલા કેશુ ધોકડીયાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા અહીં તેને પગમાં ફ્રેકચર થયાનું નિદાન થયું હતું.જયારે તેની પત્ની અને ભાણેજને સામાન્ય ઇજા પહોંચી હતી. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆતંકવાદ સામે ભારતનું મિશન! 'ઓપરેશન સિંદૂર' હેઠળ 33 દેશોમાં ગાજશે પાકિસ્તાનની કરતૂતો
May 18, 2025 12:05 PMઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech