હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 7 દિવસ માટે ગુજરાતમાં વાવાઝોડાની સંભાવના અને વરસાદ અંગે કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવા છુટા છવાયા વરસાદના આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ડાંગમાં વરસાદ પડી શકે છે. આ વિસ્તારમાં પવનની ગતિ અને વરસાદમાં વધારો થવાની સંભાવના છે. તો આવતીકાલે આ વિસ્તારોમાં મોસમી અસરની આશંકા છે. આજે રાજ્યના 18 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે
અત્યાર સુધી ઉત્તર પૂર્વ અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયુ છે. આ સિસ્ટમના સક્રિય થવાથી રાજ્યમાં વધુ વરસાદની સંભાવના વધી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન એ પવન અને દબાણનો એક આકાર છે, જે વરસાદ અને અન્ય મોસમી ઘટનાઓને ઉત્પન્ન કરે છે. આ સિસ્ટમ ગુજરાતના વિસ્તારોમાં અસર પામી શકે છે, જેના કારણે કેટલાક વિસ્તારમાં વધારે વરસાદ પડી શકે છે. ઉપરાંત રાજ્યમાં ચોમાસાનું આગમન થવા માટે આ સિસ્ટમ એક સ્પષ્ટ સંકેત આપી રહી છે.
આ વખતે ચોમાસું ગુજરાતમાં પહેલા જ આવી શકે છે, જે ખેડૂતો માટે રાહતદાયક મૌસમ બની શકે છે. પરંતુ હજુ પણ રાજ્યના ખેડૂતો માટે ચિંતાનો વિષય છે, કેમ કે તેમના માટે વાવઝોડા, પૂર અને અનુકૂળ સંકેત નથી. આ સમયે શહેરો જેમ કે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે જે ગરમીનું સંકેત છે. આ વાતને ધ્યાનમાં રાખતા લોકો માટે આગામી સમયમાં ગરમીથી રાહત મળે તેવા સંકેત જોવા મળી રહ્યા છે.
અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે, 25 મે આસપાસ અરબી સમુદ્રમાં સાયક્લોન સર્જાઈ શકે છે. આ સાયક્લોનનો સૌથી વધુ અસરકારક વિસ્તાર દીવ, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ અને કચ્છ હશે. અહીં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો માટે પણ આ વાતાવરણ ચિંતા ઊભી કરી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો આ 5 પ્રકારની સમસ્યા હોય તો છાશ ન પીવી જોઈએ
May 18, 2025 03:50 PMહળવદના સુરવદરમાં પ્રેમ પ્રકરણમાં કરુણ અંજામ
May 18, 2025 03:39 PMપનીર લવર્સ માટે બેસ્ટ છે ચીલી પનીરની રેસીપી, ઝડપથી જાણી લો તેને બનાવવાની સરળ રીત
May 18, 2025 03:27 PMગામડું બોલે છે : રાજકોટ જિલ્લાના વેરાવળ ગામમાં મોડી રાત સુધી ચાલે છે ગ્રામ પંચાયત
May 18, 2025 02:51 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech