જામનગરમાં ખેતીવાડી ફાર્મ નજીક સિદ્ધાર્થ નગરમાં રહેતા એક દલિત યુવાન પર જુની અદાવત રાખીને ચાર શખ્સોએ હુમલો કરી હડધૂત કર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અપાઇ છે.
જામનગરમાં ખેતીવાડી ફોર્મ પાસે સિદ્ધાર્થ નગર શેરી નંબર-૨માં રહેતા સાગર રામજીભાઈ માંગલીયા નામના ૨૧ વર્ષના દલિત જ્ઞાતિના યુવાન પર યાદવ નગર વિસ્તારમાં રહેતા મોહિત ઉર્ફે ઉકેડીયો કિશોરભાઈ આંબલીયા, દર્શન ભાટીયા, સુનિલ કરસનભાઈ ભાટીયા, અને મયુર કરસનભાઈ ભાટિયા સામે પોતાને માર મારી હડધુત કરાયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આજથી બે વર્ષ પહેલાં ફરિયાદીના મિત્ર સંદીપ તથા આરોપી સાથે માથાકૂટ થઈ હતી, જેનું મનદુ:ખ રાખીને ચારેય આરોપીઓએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી મૂઢ ઇજા પહોચાડી હતી, અને હડધુત કરાયો હતો. ઉપરોકત આરોપીઓ બનાવ બાદ ભાગી છૂટયા હોવાથી પોલીસે તમામ આરોપીઓની શોધ ખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅનંત અંબાણી સાથે ધીરેન્દ્ર શાસ્ત્રી પદયાત્રામાં જોડાયા...
April 04, 2025 12:09 PMજામનગરમાં વિદેશી દારૂની બોટલો સાથે વિધાર્થી સહિત બે ઝબ્બે
April 04, 2025 12:07 PMરાવલમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી પકડાયો
April 04, 2025 11:55 AMરિલાયન્સ આંધ્રપ્રદેશમાં 500 સીબીજી પ્લાન્ટ્સ સ્થાપી નવું સીમાચિન્હ સ્થાપશે
April 04, 2025 11:48 AMજામનગર: ધ્રોલના સુમરા ગામના બનાવ અંગે પરિજને વિગતો આપી
April 04, 2025 11:47 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech