ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે રહેતા એક આસામીની વાડીમાં ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતા રાકેશભાઈ ભુવનભાઈ શિંગાળા નામના 25 વર્ષના શ્રમિક યુવાનને જોરદાર વીજ કરંટ લાગતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મધ્યપ્રદેશના મૂળ રહીશ વેસ્તાભાઈ ભુવનભાઈ શિંગાળાએ અહીંની પોલીસને કરી છે.
ખંભાળિયા નજીક કારની હડફેટે સ્કૂટર સવાર બે મહિલાઓ ઇજાગ્રસ્ત
ખંભાળિયા નજીકના દ્વારકા હાઈવે માર્ગ પર આવેલી પાયલ હોસ્પિટલ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 જે 6456 નંબરના એક અજાણ્યા મોટરકારના ચાલકે આ માર્ગ પર મોટરસાયકલ પર જઈ રહેલા વડત્રા ગામના મુરીબેન જીવનભાઈ પરમાર (ઉ.વ. 55) તથા તેમની સાથે જઈ રહેલા જોસનાબેનના આ મોટરસાયકલને અડફેટે લેતા તેઓને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે મુરીબેન પરમારની ફરિયાદ પરથી અજાણ્યા કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
સુદર્શન બ્રીજ પર ડ્રોન ઉડાવતા મહિલા યુ-ટ્યુબર સામે ગુનો
ઉતરાખંડ રાજ્યના અલ્મોડા જિલ્લાની રહીશ જ્યોતિ હેમેવંતસિંહ પીલખવાલ નામની 24 વર્ષની મહિલા યુ-ટ્યુબર યુવતીએ દેવભૂમિ દ્વારકાના ઓખા નજીક આવેલા સુદર્શન બ્રિજ પર નો ફલાય ઝોનમાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ હોવા છતાં પણ તેણે અહીં ડ્રોન વડે આસપાસના વિસ્તારોનું શૂટિંગ કરતાં આ અંગે ઓખા મરીન પોલીસે ઉત્તરાખંડની જ્યોતિ પીલખવાલને ઝડપી લઈ, તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech