આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પૂર્વ આયોજન રૂપે દેશભરમાં ૧૦૦ દિવસ ૧૦૦ શહેર ૧૦૦ સંસ્થા દ્વારા ચાલે છે ઉજવણી
આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા યોગ સાથે લોકોને જોડવા માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેમાં આ વર્ષે ૧૦૦ દિવસ, ૧૦૦ શહેર અને ૧૦૦ સંસ્થાઓ દ્વારા યોગોત્સવ થકી આગોતરી ઉજવણી શરૂ કરવામાં આવી છે. જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન દ્વારા પણ આ આયોજનમાં સહભાગી બની “યોગોત્સવ” ઉજવણીનું આયોજન તા. ૨૩-૦૩-૨૦૨૫ને રવિવારના રોજ ધન્વંતરી મેદાન ખાતે સવારે ૬:૪૫ થી ૮:૧૫ સુધી કરવા આવશે. જેમાં સામૂહિક સામાન્ય યોગાભ્યાસ કરાવવામાં આવશે.
સ્વસ્થવૃત્ત વિભાગ, આઇ.ટી.આર.એ. દ્વારા સંસ્થાના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરીના અધ્યક્ષ સ્થાને યોજાનાર યોગોત્સવમાં લોકોને સહભાગી બની યોગપ્રત્યે અભિમુખ થવા તેમજ સ્વાસ્થ્યને યોગના સથવારે વધુ બળવત્તર બનાવવા યોગ તજજ્ઞ પ્રો. અર્પણ ભટ્ટ દ્વારા આહવાન કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech