બિન હથિયારી પીએસઆઇ ની કુલ ૪૭ર જગ્યા માટે આવતી કાલે લેખિત પરીક્ષા

  • April 12, 2025 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી-ર૦ર૫ દરમ્યાન લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી, બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટરની 472 જગ્યા માટે કુલ-1,02,935 ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.૧૩ના રોજ અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની કુલ-340 શાળાઓમાં યોજવામાં આવનાર છે.


જે માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા તા.૧૩/૦૪/ર૦ર૫ સુધી ચાલુ રહેશે. એક લાખ જેટલા ઉમેદવારોએ પોતાના કોલલેટર ડાઉનલોડ કર્યા છે. આ પરીક્ષામાં ૩-૩ કલાકના બે પેપર હશે.આ પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ ગેરરિતી વગર યોજાય તે માટે 8000 થી વધુ પોલીસ તથા શિક્ષણ વિભાગના અધિકારી / કર્મચારીઓ પરીક્ષાલક્ષી કામગીરી કરશે.


દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર એક પીઆઈ/ પીએસઆઇને ભરતી બોર્ડના પ્રતિનિધી તરીકે નિમણુંક આપવામાં આવી છે.લેખિત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડમાં સીસીટીવી કેમેરાથી લાઇવ મોનીટરીંગ કરવામાં આવનાર છે. શારીરિક કસોટી દરમ્યાન ઉમેદવારોના મેળવવામાં આવેલ બાયોમેટ્રીક / ફોટોગ્રાફને લેખિત પરીક્ષાના બન્ને પેપર પહેલા વેરીફીકેશન કરવામાં આવનાર છે તેમજ પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોને GPS મારફતે મોનીટરીંગ કરવામાં આવશે.


અમદાવાદ શહેર, સુરત શહેર તથા વડોદરા શહેર ખાતેની આ લેખિત પરીક્ષા પોલીસ કમિશ્નરશ્રીઓના જનરલ સુપરવિઝન હેઠળ તેમજ આઈજી / ડીઆઈજી કક્ષાના સિનીયર પોલીસ અધિકારીઓ નીઅધ્યક્ષતામાં પરીક્ષા સમિતીના સુપરવિઝન હેઠળ યોજવામાં આવનાર છે.આ પરીક્ષામાં ગેરરિતી કરનાર કે ગેરરિતીમાં મદદ કરનાર વિરૂધ્ધ સખ્ત પગલાઓ ભરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News