જુનાગઢ મધુરમ અદિતિ નગર વિસ્તારમાં મહિલા સંચાલિત જુગારની કલબ માંથી ૧૮ મહિલાઓ ૨.૮૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપાઈ જવા પામી હતી.
જૂનાગઢમાં મધુરમ અદિતિ નગર વિસ્તારમાં મહિલા દ્રારા તેના મકાનમાં જુગારની કલબ ચલાવતી હોવાની બાતમીને આધારે સી ડિવિઝનની ટીમે દરોડો પાડયો હતો દરોડા દરમિયાન જુનાગઢ ,ગીર સોમનાથ, રાજકોટ જિલ્લ ાની ૧૮ મહિલાઓને જુગાર રમતા ઝડપી રોકડ મોબાઇલ સહિત કુલ ૨.૬૬ લાખનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પ્રા વિગત મુજબ સી ડિવિઝન પી.આઈ સાવજ, સહિતની ટીમે મધુરમ માં આવેલ આદિત્ય નગર વિસ્તારમાં રહેતા વિજયાબેન દેવજીભાઈ વાઘેલા તેના મકાનમાં જુગારની કલબ ચલાવતા હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસની ટીમને દરોડો પાડી જુગાર રમતા કાજલબેન હિતેશભાઈ મુછડીયા, ઉર્મિલાબેન વિજયભાઈ વાળા, ઉષાબેન સંજયભાઈ રાઠોડ, રેખાબેન જગદીશભાઈ વાઘેલા (જેતપુર), મનિષાબેન હસમુખભાઈ વાઘેલા (જુનાગઢ ઉપરકોટ પાસે) નીતાબેન વિજયભાઈ ઝાંઝમેરીયા (વણઝારી ચોક રોનક એપાર્ટમેન્ટ), શારદાબેન હરિભાઈ આસોદડીયા (ઝાંઝરડા રોડ હરિઓમ નગર,) રીટાબેન મહેશભાઈ પરમાર (જેતપુર), ગીતાબેન પ્રફુલભાઈ મણવર, ઉર્મિલાબેન હિતેશભાઈ દવે, હાલો બેન ઈબ્રાહીમભાઇ સમા (જેતપુર), ઉષ્માબેન ચેતનભાઇ કકડ (વેરાવળ), શોભનાબેન રમેશભાઈ (મધુરમ), આશાબેન રમેશચદ્રં શાહ (સરદારપરા), ભાવનાબેન ઉર્ફે અંજલીબેન (જેતપુર), અંકિતાબેન આનંદભાઈ છાતા(જેતપુર) મંજુબેન નારણભાઈ સોલંકી ને ૫૪૬૯૦ ની રોકડ, ૧૬ મોબાઈલ મળી કુલ ૨.૬૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech