રાજકોટની ભાગોળે આવેલા જીયાણા ગામે મૂળ એમપીની વતની અને ખેત મજૂરી કરનાર ૫૫ વર્ષીય મહિલાની ધારિયાના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. જે બનાવવાનો પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી મૂળ એમપીના જ વતની અને ખેત મજૂરીનું કામ કરનાર કિશન તેરસિંહ મેળા(ઉ.વ 26) નામના શખસને ઝડપી લીધો હતો. પોલીસની તપાસમાં હત્યા અંગે ચોકાવનારું કારણ સામે આવ્યું હતું જેમાં આરોપી અને ફરિયાદીએ સાથે દારૂની પાર્ટી કર્યા બાદ ફરિયાદીએ આરોપીને તેની પત્ની સાથે શરીર સંબંધ બાંધવા કહ્યું હતું. જેનો આરોપીએ ઇનકાર કરતા ઝઘડો થયો હતો જેમાં ઉશ્કેરાઈ જઇ આરોપીએ ફરિયાદીની પત્નીની હત્યા કરી નાખી હતી.
પત્નીએ બીજા લગ્ન કરી લીધા હતા
હત્યાના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની લખડીયા માંગલીયા પછાયા (ઉ.વ 60) છેલ્લા એકાદ વર્ષથી અહીં પત્ની ઝમકુ ઉર્ફે રોમકી સાથે જીયાણા ગામે મનસુખભાઈ નાથાભાઈ દોમડીયાની વાડી વાવવા રાખી છે અગાઉ તે બોટાદ તરફ વાડી વાવતો હતો. પોલીસ ફરિયાદમાં લાખડીયા એવું જણાવ્યું હતું કે, તેના પહેલા લગ્ન કુમલી નામની મહિલા સાથે થયા હતા તેણે પોતાના વતનમાં એક વ્યક્તિની હત્યા કરી હતી જેમાં ઇન્દોર જેલમાં સજા ભોગવતો હતો. દરમિયાન તેની પત્નીએ બીજા લગ્ન કરી લીધા હતા તેના થકી સંતાનમાં પુત્રીની પ્રાપ્તિ થઈ હતી જે હાલ પતિ સાથે સાવરકુંડલા વાડી વાવે છે. બાદમાં તેણે જમકુ ઉર્ફે રોમકી (ઉ.વ 55) સાથે બીજા લગ્ન કર્યા હતા.
પતરાવાળી ઓરડીમાં જમીને સુઈ ગયા હતા
શનિવાર રાત્રીના નવેક વાગ્યે આસપાસ બંને વાડીએ પતરાવાળી ઓરડીમાં જમીને સુઈ ગયા હતા ત્યારે અચાનક અજાણ્યો શખસ દરવાજો તોડી અંદર ધસી આવ્યો હતો અને ધારિયાથી હુમલો કર્યો હતો તેણે હાથ આડો રાખતા હાથમાં ધારીયું વાગ્યું હતું.બુમાબુમ કરતા અને ઓડીરની બહાર નીકળીને ભાગવા જતા દીવાલ સાથે માથુ અથડાતાં ઇજા પહોંચી હતી દરમિયાન તેને પત્નીની મને મારોમાં તેવી ગુમો સાંભળી હતી આ સમયે તેના શેઠ મનસુખભાઈ આવી ગયા હતા. બાદમાં તેણે વાડીએ આવી જોતા પત્ની જમકુ ઉર્ફે રોમકી ઓરડીમાં લોહીલુહાણ હાલતમાં પડી હતી તેના માથામાં ધારદાર હથિયારથી હુમલો થયાનું જાણવા મળ્યું હતું. બાદમાં તેના શેઠ મનસુખભાઈએ 108 ને જાણ કરતા મહિલા ને 108ના ઇએમટીએ જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યા હતા. જ્યારે તેના પતિ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. બનાવના પગલે એરપોર્ટ પોલીસે લખડિયાની ફરિયાદ પરથી અજાણ્યા સામે ગુનો દાખલ કર્યો હતો. બનાવમાં પતિ શંકાસ્પદ જણાતા પોલીસે પતિની પણ પૂછપરછ શરૂ કરી હતી.
દરમિયાન એસીપી ક્રાઈમ બી.બી.બસીયા, ક્રાઇમ બ્રાંચ પીઆઇ સી.એચ.જાદવ તથા તેમની ટીમે બનાવને લઈ તપાસ શરૂ કરી હતી. હેડ કોન્સ્ટેબલ વિજયરાજસિંહ જાડેજા કોન્સ્ટેબલ હરસુરભાઈ સભાડ અને અર્જુનભાઈ ડવને મળેલી બાતમીના આધારે હત્યા કરનાર કિશન તેરસીંહ મેળા(ઉ.વ 26 રહે હાલ જીયાણા મૂળ અલીરાજપુર મધ્ય પ્રદેશ)ને ઝડપી લઇ બનાવવાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
પોતાની પત્ની સાથે શરીર સંબંધ બાંધવા કહ્યું
પોલીસ તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, ગઈકાલે ફરિયાદી લખડિયા તેની પત્ની ઝમકુ ઉર્ફે રોમકી સાથે પગપાળા ઠંડુ લેવા ગયો હતો. જ્યાં આરોપી પણ બાઇક લઈને આવતા તેને વાડીએ મૂકી જવાનું કહ્યું હતું. જેથી આરોપી બંનેને વાડીએ મૂકવા આવ્યો હતો તે વખતે ફરિયાદી લખડિયા અને તેની પત્ની આરોપીએ દારૂની પાર્ટી કરી હતી. બાદમાં લખડીયાએ પોતાની પત્ની સાથે શરીર સંબંધ બાંધવા કહ્યું હતું જેનો આરોપીએ ઇનકાર કરતા ઝઘડો થયો હતો બાદમાં ધારિયાના ઘા ઝીંકી ઝમકુ ઉર્ફે રોમકીની હત્યા કરી હતી અને તેનો પતિ ઘાયલ થયો હતો. આ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech